fbpx
અમરેલી

ટીમ સહકારના દ્રારા ગીર–જંગલમા વસતા માલધારીઓને વિના મુલ્યે’અમર’ખાણદાણનું વિતરણ

સહકારના સહકાર થી આજે સરદાર પણ રાજી થતા હશે માનવનો ઉધ્ધાર સહકાર વગર શકય નથી
માલધારીના વીડીયોએ નેહડાના દુધાળા –ઢોર પ્રત્યેની સંવેદને વાચા આપી
મનસુખભાઈ માંડવીયા,પરશોતમભાઈ રૂપાલા,દિલીપ સંઘાણીના માર્ગદર્શન નીચે
અશ્વિનભાઈ સાવલીયા, મુકેશભાઈ સંઘાણી અને ટીમ સહકારના દ્રારા ગીર–જંગલમા વસતા માલધારીઓને
વિના મુલ્યે’અમર’ખાણદાણનું વિતરણ

વાવાઝોડુ એ માનવતાની પરિક્ષા છે તેમા અમર ડેરી પાસ થય

કેન્દ્રીય મંત્રીઓ મનસુખભાઈ માંડવીયા,પરશોતમભાઈ રૂપાલા, રાષ્ટ્રિય સહકારી અગ્રણી દિલીપ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, વાઈસ ચેરમેન મુકેશ સંઘાણી, એમ.ડી.ડો.આર.એસ.પટેલના માર્ગદર્શન તળે વનવગડાના પશુધન–માલધારીને બેઠો કરવા ના સરાહનીય પ્રયાસ ને બિરદાવતા સાહિત્યકાર યોગેશ ગઢવી.

વનવાસી માલધારી પોતાના જીવથી પણ વ્હાલા એવા દુધાળા –ઢોરને બચાવવા સહાયની આશા વીડીયોમા પ્રસરાવતા એ વીડીયોએ સહકારના અને સરકારના આગેવાનોમા સંવેદના પ્રગટાવી અને પુરક રોજી રળી આપતા પશુધનનો ચારો વાવાઝોડાને કારણે અસંખ્ય ઝાડ–પાન પડી જતા ચરીયાણ મુશ્કેલી અને બંધ રસ્તાઓે કારણે વનવાસી પશુપાલકોને પશુઆહાર મેળવવામા પડતી મુશ્કેલી ધ્યાને લઈ સહકાર–ઈફકો દ્રારા જંગલના અંતરીયાણ વિસ્તારોના નેસડામા પશુપાલકોને વિનામૂલ્યે ખાણદાણ વિતરણ કાર્ય શરૂ કરવામા આવતા વન વિસ્તારમા રહેતા માલધારી પશુપાલકોમા રાહત અને આનંદ છવાયો છે.

વીડીયોની વ્યથા સાંભળીને કેન્દ્રીય મંત્રીઓ મનસુખભાઈ માંડવીયા, પરશોતમભાઈ રૂપાલા, રાષ્ટ્રિય સહકારી અગ્રણી દિલીપ સંઘાણી, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, વાઈસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, એમ.ડી.ડો.આર.એસ.પટેલ એ વાવાઝોડા ની મોટી અસર પામેલ અમરેલી જીલ્લાના વનવિચરણ કરતા માલધારીઓના પશુધન સંભાળની હિમાયત ટીમ સહકાર દ્રારા ચરિતાર્થ કરવામા આવી છે અને જંગલ વિસ્તારમા નેસડામા રહેતા માલધારીઓના પશુધન માટે વિનામુલ્યે ખાણદાણ વિતરણ શરૂ કરવામા આવ્યુ છે જેમા ડેરી કર્મચારીઓ અને દુધ મંડળીઓના કર્મચારીઓ આ કાર્યમા સહયોગ આપી રહયા છે.

Follow Me:

Related Posts