fbpx
અમરેલી

અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીની અમરેલી તાલુકામાં વાવાઝોડાથી ખેતીવાડીને થયેલ નુકશાનીનો સપૂર્ણ સર્વે કરવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરી.

તાજેતરમાં આવેલ તોક્તે વાવાઝોડાએ સમગ્ર અમરેલી જીલ્લામાં વિનાશ કર્યો છે ત્યારે અમરેલી તાલુકો પણ આમાં બાકાત નથી, અમરેલી તાલુકામાં ખેતીવાડીમાં સૌથી વધારે નુકશાન થયું છે. ત્યારે આપની સરકાર દ્વારા જે ખેતીવાડી નુકશાનીનો સર્વે કરવામાં આવે છે, તેમાં ખેડૂતોના ખેતરે ઢોર બાંધવા માટેની ફરજો, નીરણ ભરવાનું ગોડાઉન, મોટરની ઓરડી, કુવો, વાયર ફેન્સીંગ, પતરાનો શેડ, ડ્રીપ ઈરીગેશન, ઢોર માટેની નીરણ વગેરે જેવી અનેક નુકશાની ખેડૂતોને થયેલ છે, જેનો સર્વેની અંદર ક્યાય ઉલ્લેખ જોવા મળતો નથી. તો ખેડૂતોને થયેલ મોટા પાયે ઉપરોક્ત નુકશાનીનો સર્વે તાત્કાલિક કરી ખેડૂતોને સંપૂર્ણ વળતર આપવા માટે આપની કક્ષાએ થી વહીવટી તંત્રને સરકારી પરિપત્ર પાઠવી આદેશ આપવા અંગત ભલામણ કરી રજૂઆત કરી હતી.

Follow Me:

Related Posts