પંચમહાલ ભાજપ સાંસદ રતનસિંહ રાઠોડ કોરોનાગ્રસ્ત

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. બીજી લહેરમાં અનેક ભાજપ અને કોંગ્રેસના નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે ભાજપના વધુ એક દિગ્ગજ નેતા અને સાંસદ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.
પંચમહાલના ભાજપના સાંસદ રતનસિંહ રાઠોડ કોરોનાગ્રસ્ત થયા છે.
રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવતા આઇસોલેટ થયા છે. પોતાના સંપર્કમાં આવનાર તમામે પોતાના રિપોર્ટ કરાવવા સોશિયલ મીડિયામાં અપીલ કરી છે. સામાન્ય લક્ષણો જણાતા રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો.
Recent Comments