અમરેલી

પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાએ તાઉતે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી


જાફરાબાદના પીપળીકાંઠા અને શિયાળબેટ ટાપુની હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી


આજે પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાએ અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદના તાઉતે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જાફરાબાદના પીપળીકાંઠા જેવા નીચાણવાળા વિસ્તાર તેમજ શિયાળબેટ ખાતે ગ્રામજનો સાથે વાર્તાલાપ કર્યો હતો.
આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીની સાથે પૂર્વ સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકી, મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓ તથા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત જોડાયા હતા.

Follow Me:

Related Posts