પાટણ હેમચંદ્રાચાર્ય યુનિ.દ્વારા બાકી તમામ પરીક્ષાઓ આઠ જૂનથી ઓનલાઇન યોજાશે
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આગામી ૮મી જુનથી અગાઉની બાકી રહેલા સેમેસ્ટર-૧ની લગભગ ૪૧ જેટલી પરીક્ષાઓ ત્રણ તબક્કામાં લેવાનું આયોજન કરાયું છે. આઠની જૂનથી ત્રણ તબક્કામાં ઓનલાઇન પરીક્ષાઓ યોજાશે.
આ ઉપરાંત વર્તમાન કોરોના મહામારીને અનુલક્ષીને સરકાર દ્વારા મેરીટ બેઝ પ્રોગ્રેશન અંગે પરિપત્ર કરાતાં સ્નાતક કક્ષાના સેમેસ્ટર છે અને ચારના ફોર્મ ભરવાનું ચાલુ કર્યું હતું. પરંતુ હાલ તુરંત તે સ્થગિત કરાયું છે. સરકાર દ્વારા મેરીટ બેઝ પ્રોગ્રેશન જાહેર કરાતા હવે તે મુજબ પરિણામ કઈ પદ્ધતિથી આપવા તેમજ ફી કઈ રીતે લેવી તે બાબતને લઈને આગામી નવમી જૂને યોજાનાર એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં ર્નિણય કરવામાં આવશે. ગયા વર્ષે મેરીટ બેઝ પ્રોગ્રેશન જાહેર કરાતા વિદ્યાર્થીઓને ૫% ફી પરત કરવી પડી હતી.
આ વર્ષે પણ મેરિટ બેજ પ્રોગ્રેશનના કારણે તેને લગતા પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે આ બેઠકમાં તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની કારકિર્દીને અસર ન થાય અને વિદ્યાર્થીઓ તેમની કારકિર્દી આગળ વધારી શકે તે માટે સ્નાતક કક્ષાના સેમેસ્ટર-૬ તથા અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર-૨ના પરીક્ષાના ફોર્મ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વિગતવાર કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે અને જુલાઈ મહિનાના પહેલા વીકમાં પરીક્ષા યોજાશે.
Recent Comments