ગુજરાત

બ્લેક ફંગસ પછી વ્હાઇટ ફંગસનો કેર, અમદાવાદ સિવિલમાં ૩૦ દર્દી દાખલ

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં વ્હાઇટ ફંગસના ૩૦ કેસ સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલે ૩૦ જેટલા દર્દી દાખલ થયા હોવાનું કબુલ કર્યુ છે. છેલ્લા દસ દિવસથી બેથી માંડીને ચાર જેટલા કેસ રોજના નોંધાઇ રહ્યા છે.

આ પહેલા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રણ વ્હાઇટ ફંગસના કેસ સામે આવ્યા હતા. બીજી તરફ સિવિલ કેમ્પસની વિવિધ હોસ્પિટલમાં બ્લેક ફંગસ-મ્યૂકરમાઇકોસિસના ૪૫૦ જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

સિવિલ હોસ્પિટલ અનુસાર, નવા ૨૨ જેટલા વ્હાઇટ ફંગસના કેસ નોંધાયા છે તો ૨૪ જેટલા દર્દી સ્વસ્થ થતા તેમણે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ અને ૧૨૦૦ બેડ મળીને અત્યારે ૩૬૦ જેટલા દર્દી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલી ડેન્ટલ હોસ્પિટલમાં અત્યાર સુધી ૧૦૨ જેટલા મ્યૂકરમાઇકોસિસના દર્દીઓના દાંત-દાઢ સહિત જડબાં કે તાળવાં કાઢી લેવા પડ્યા છે. ડેન્ટલ હોસ્પિટલના સુત્રો અનુસાર હોસ્પિટલમાં કુલ ૧૫૦થી વધુ દર્દીઓ દાખલ થયા છે. અત્યારે ૯૦થી વધુ દર્દી સારવાર હેઠળ છે.

Follow Me:

Related Posts