હાલ છેલ્લા એક વર્ષથી સમગ્ર ભારત દેશ કોરોના મહામારી સામે ઝઝુમી રહયો છે. ગરીબ અને મધ્યમવર્ગ બેરોજગાર થઇ આર્થિક સંકડામણ અનુભવી રહયો છે. ઉપરથી પેટ્રોલ–ડીઝલ, ખાદ્ય તેલ, ખાતર, દવા, બીયારણમાં મોંઘવારીનો અસહય માર પડી રહયો છે. ત્યારે ગરીબ–મધ્યમવર્ગ અને ખેડૂતોનું જીવન દોહયલુ બની ગયું છે ત્યારે તાઉ’તે વાવાઝોડાના કુદરતી કોપથી અમરેલી જિલ્લામાં કૃષિક્ષેત્રે બાગાયતી પાક તથા ઉનાળુ પાક તથા પશુધન તથા કાચા–પાકા મકાનોને થયેલ નુકશાનીનું વળતર, માનવ અને પશુ મૃત્યુ સહાય અંગે યુધ્ધના ધોરણે તટસ્થ રીતે સાચો સર્વે કરાવી, સર્વેમાં તમામ માહિતી એકત્ર કરી અસરગ્રસ્તોને થયેલ નુકશાનીનું પુરેપુરૂ વળતર ચુકવવા અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી ડી.કે. રૈયાણીએ માંગણી કરેલ છે.
સમગ્ર ગુજરાત રાજયમાં અંદાજીત ૧પ,૦૦૦ કરોડના નુકશાન સામે વડાપ્રધાનશ્રીએ હવાઇ નિરીક્ષણ કરી ફકત ૧૦૦૦ કરોડ સહાયની જાહેરાત કરેલ છે. જે ગુજરાતની પ્રજાની ક્રુર મશ્કરી સમાન છે. ગુજરાતની રૂપાણી સરકારે જાહેર કરેલ પ૦૦ કરોડનું પેકેજ પણ લોલીપોપ સમાન છે.
છેલ્લા એક વર્ષથી કોરોના મહામારી અને લોકડાઉનની અસરથી આર્થિક રીતે ભાંગી ગયેલ લોકોને હજુ રાહત મળી ન હતી ત્યાં આ કુદરતી કોપના ખપ્પરમાં હોમાયેલ અમરેલી જિલ્લાના પ્રજાજનો સરકાર પર આશા રાખીને બેઠા હોય ત્યારે ગુજરાતમાં ભાજપની સરકાર હોય અને વડાપ્રધાન પણ એક ગુજરાતી હોય ”મોસાળે જમણવાર અને માંં પીરસનાર” હોય ત્યારે અમરેલી જિલ્લો અને સમગ્ર ગુજરાતના લોકો સાથે હળાહળ અન્યાય થયેલ હોય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી હવે ફરી ” ગુજરાતને હળહળતો અન્યાય”, ”ગુજરાતને થપ્પડ” વાળી જાહેરાત શરૂ કરાવે.
તાઉ’તે વાવાઝોડાથી અમરેલી જિલ્લામાં થયેલ તારાજી સામે
– સ્થળાંતરીક લોકોને પરિવાર દીઠ રૂા. ૧૦૦૦/– કેશડોલ્સ ચુકવવા.
– કાચા–પાકા મકાનો, ઝુપડાવાળાઓને ઘરવખરી નુકશાન પેટે રૂા. રપ,૦૦૦/– ચુકવવા.
– મકાન સહાય પરિવારદીઠ રૂા. ર.પ૦ લાખ આપવા.
– કોરોના મહામારી અને વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોની લાંબા–ટુંકા–મધ્યમ ગાળાની બેંક
લોનો માંડવાળ કરવા.
– વાવાઝોડાથી પડી ગયેલ આંબા દીઠ રૂા. ર.૮૦ લાખ અને નાળીયેરી દીઠ રૂા. ૩૩ હજાર
તાત્કાલીક સહાય તરીકે ચુકવવા.
– વાવાઝોડાથી વેપાર–ઉદ્યોગ, કારાખાનાના શેડ, ગોડાઉન, ઇંટોના ભઠ્ઠા, જીનીંગ મીલો, નાના દુકાનદારો અને મીઠાના અગરીયાને વગર વ્યાજની લોન અપાવો.
– અસરગ્રસ્ત ગામોમાં વિજળી માટે હંગામી ધોરણે મોબાઇલ જનરેટર સેટ ઉપલબ્ધ કરાવવા.
– માછીમારોને થયેલ બોટની નુકશાનીની કિંમત ચુકવવી અથવા સંપૂર્ણ નાશ પામેલી બોટોને બોટની રકમ પુરેપુરી ચુકવવી.
– તાઉ’તે વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવીત અમરેલી જિલ્લાને ટેકસ ફ્રી ઝોન જાહેર કરવું.
અસરગ્રસ્ત પરિવારોને ઉપરોકત વિગતે તટસ્થ અને સાચો સર્વે કરાવી પુરેપુરૂ વળતર અપાવવા અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દવારા માંગ કરવામાં આવેલ છે. તેમ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રીશ્રી જનકભાઇ પંડયાની અખબારી યાદીમાં જણાવેલ છે.


















Recent Comments