fbpx
ગુજરાત

સુરતમાં શ્વાન મુદ્દે હથિયારો સાથે ધીંગાણુંઃ વીડિયો વાયરલ

સુરતના સચિન નજીક આવેલ લાજપોર ગામ ખાતે આવેલ એક સોસાયટીમાં રહેતું પરિવાર શ્વાનને સોસાયટી બહાર કુદરતી હાજતે લઇ જતા બીજી સોસાયટીના લોકોએ વિરોધ કર્યો હતો. જાેકે આ મામલે ઝઘડા બાદ પોલીસ મથકે સમાધાન થયું પણ કેટલાક લોકો લાકડી અને બેટ લઇને મારવામાં આવતા મોડી રાત્રે બંને સોસાયટીના લોકો વચ્ચે ધીંગાણું થતા મામલો તંગ બન્યો હતો.જાેકે ઘર્ષણ થતા મારામારી સાથે ગાડીયોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. ઘટનાનો લાઇવ વીડિયો સુરતમાં વાયરલ થઈ રહ્યો છે.

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા દિવસે દિવસે લથડીરહી છે. જાણે લોકોને હવે કાયદાનો ડર રહ્યો નથી તેવી ઘટનાઓ સતત સામે આવી રહી છે. સુરતના છેવાડે આવેલા સચિન નજીકના લાજપોર ગામ ખાતે આવેલી બે સોસાયટીના લોકો વચ્ચે મોડી રાત્રે મારામારીની ઘટના સામે આવી છે.

જાેકે એક સોસાયટીમાં રહેતો એક પરિવાર શ્વાનને સોસાયટીની બહાર કુદરતી હાજતે લઇ જતા બાજુની સોસાયટીના લોકોએ વિરોધ કર્યો હતો. જાેકે આ વિરોધ જાેતામાં મારામારી અને ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું આ સમગ્ર મામલો સચિન પોલીસ મથકે પહોંચતા પોલીસે આ બંને પક્ષકારો વચ્ચે સમાધાન કરાવ્યું હતું.

પણ સમાધાન બાદ મોડી રાત્રે કેટલાક યુવાનો હાથમાં લાકડીઓ અને ક્રિકેટ બેટ લઇને જે સોસાયટીમાં શ્વાન હતો તે સોસાયટીમાં પહોંચ્યા હતા અને ત્યાં રહેલા લોકોને માર મારવાનું શરૂ કર્યું હતું. જાેતજાેતામાં બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી જેને લઇ સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું હતું.

જાેકે આ મારામારીમાં સોસાયટીમાં રહેલી કેટલીક ગાડીઓને પણ તોડફોડ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતા સચિન પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ મામલો થાળે પાડયો હતો જાેકે પોલીસ સ્ટેશનમાં સમાધાન બાદ બંને પક્ષો વચ્ચે જે રીતે ધીંગાણું થયું હતું જેને લઇ સચિન પોલીસે બંને જૂથો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે

Follow Me:

Related Posts