ગાંધીનગરના સેક્ટર-૮માં,ચિક્કાર દારુ પીને આવેલ ભાઇને નાના ભાઇએ સબક શિખવાડ્યો

ગાંધીનગરના સેકટર ૮માં ગઈકાલ રાત્રિ દરમિયાન મોટો ભાઈ ચિક્કાર દારૂ પીને આવી પિતા પાસે પૈસા બાબતે માથાકૂટ કરીને ઘરમાં તોડફોડ કરવા લાગ્યો હતો. જેમાં નાના ભાઈએ કંટ્રોલમાં ફોન કરીને સેકટર ૭ પોલીસને બોલાવી લઈ ગુનો દાખલ કરાવ્યો હતો.
સેકટર ૮ /સી પ્લોટ નંબર ૧૩૦માં રહેતા ઇબ્રાહીમ શેખનાં પરિવારમાં પત્ની ઝૂબેદા તેમજ મોટો પુત્ર યુસુફ તેમજ નાનો પુત્ર આમિર છે. જેમનો મોટો પુત્ર કોઈ કામ ધંધો કરતો નથી. જ્યારે આમિર ઈકરા સિક્યુરિટીમાં મેનેજર તરીકે નોકરી કરી રહ્યો છે. ગઈકાલે પરિવારજનો ઘરે હાજર હતા. તે દરમિયાન રાત્રિના સમયે યુસુફ ચિક્કાર દારૂ પીને ઘરે આવી પહોંચ્યો હતો. અને પિતા ઈબ્રાહીમ પાસે પૈસા માંગવા લાગ્યો હતો. જેથી પિતાએ દારૂ પીને ઘરે આવેલા પુત્રને સમજાવ્યો હતો. પરંતુ દારૂના નશામાં ભાન ભૂલી ગયેલા યુસુફ એકદમ ઉશ્કેરાઈ જઈને જાેર જાેરથી બૂમો પાડવા લાગ્યો હતો.
જેનાં કારણે તેની માતા સહિતના પરિવારજનો અવાક થઈ ગયા હતા. પરિવારજનોએ યુસુફને ઘણો સમજાવ્યો હતો. પરંતુ તે દારૂના નશામાં પરિવારજનો સાથે ગાળાગાળી કરીને ઘરમાં તોડફોડ કરવા લાગ્યો હતો. જેનાં પગલે તેના નાના ભાઈ આમિરે હારી કંટાળીને પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી દીધો હતો. બાદમાં સેકટર ૭ પોલીસ યુસુફને પોલીસ મથક લઈ આવી હતી. અને તેના વિરુદ્ધ આમિરની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો.
Recent Comments