અમરેલી

અમરેલી એસપીના નામનું બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી આપત્તિજનક કોમેન્ટ કરનારો શખ્સ ઝડપાયો

સોશિયલ મીડિયાના ઉપયોગની સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી છેતરપિંડીના કિસ્સાઓમાં પણ વધારો થયો છે. ત્યારે અમરેલી જિલ્લા પોલીસ વડાના નામનું બોગસ ફેસબુક આઈડી બનાવી આપત્તિજનક કોમેન્ટ કરનારા એક શખ્સની અમરેલી પોલીસે ધરપકડ કરી આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

અમરેલી એસપીના ધ્યાન પર આવ્યું હતું કે, તેના નામ અને ફોટોનો ઉપયોગ કરી એક બોગસ ફેસબુક આઈડી બનાવી ગેરઉપયોગ કરવામા આવી રહ્યો છે. પોલીસે માહિતી મેળવતા ધારી તાલુકાના શિવડ ગામના વિજય સિસણાદા નામના યુવકે આ ફેસબુક આઈડી બનાવ્યું હોવાનું ખૂલ્યું હતું. પોલીસે આરોપી સામે આઈટી એક્ટની કલમ હેઠલ ગુનો નોંધી ધરપકડ પકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ એસપી નિર્લિપ્ત રાયના નામનું બોગસ ફેસબુક આઈડી બનાવી એસપીના ફોટોનો દુરુપયોગ કર્યો હતો. સાથે બોગસ આઈડી પરથી આપત્તિજનક કોમેન્ટ પણ કરી હોવાનું બહાર આવ્યું છે

Related Posts