અમરેલી

અમરેલી નહેરુ યુવા કેન્દ્ર દ્વારા રોકડિયા હનુમાન મંદિર ખાતે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

આજે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા અમરેલી ખાતે આવેલા રોકડિયા હનુમાન મંદિર પટાગણમાં વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં પધારેલ મહેમાનો શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતું. બાદમાં રોકડિયા હનુમાન મંદિરનાં પૂજારી પ્રભાતગીરી બાપુએ બધાને આશીર્વાદ પાઠવેલ તેમજ ‘તૌક્તે’ વાવાઝૉડામાં વૃક્ષોની ખુબ જ મોટી થયેલ નુકશાની તથા મંદિર પટાંગણમાં બગીચામાં મોટા વૃક્ષો પડી ગયેલ તેથી કચેરી દ્વારા પડેલ વૃક્ષોની જ્ગ્યાએ નવા વૃક્ષો વાવવાની પહેલ કરેલ હોય બાપુએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

આ તકે જિલ્લા યુવા અધિકારી સુશ્રી એકાંકી અગ્રવાલએ જણાવ્યું હતું કે આપણે જો વવાઝૉડા, અનાવૃષ્ટિ, પૃથ્વીનું વધતું તાપમાન, હિમગ્લેસિયર પીગળવા વગેરે પૃથ્વી ઉપર પર્યાવરણની અસમતુલાને કારણે થાય છે તેમજ પૃથ્વી ઉપર સીધા જ સૂર્યના પારજાંબલી કિરણો ન પડે તે માટે ઓઝૉનનું પડ સચવાય રહે તેવા પ્રયેત્નો વધુને વધુ વૃક્ષો વાવીને કરવા જોઈએ.

અમરેલી જિલ્લાના તમામ તાલુકા મથકે તેમજ ગ્રામ્ય લેવલે કચેરી દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી રૂપે બહોળી સંખ્યામાં વોલેન્ટરો તથા યુવક મંડળો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમ સફળ બનાવવા યુવા કેન્દ્રના પ્રવીણ જેઠવા, શિવમ ગોસાઇ, સાગર ગોહિલ, માધડ અમિત, આશિષ જાદવ સહિતના સૌ સ્ટાફમિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Related Posts