ધો.૧૦-૧૨ના રિપીટર વિદ્યાર્થીઓ માટે હજુ ર્નિણય નથી લેવાયોઃ ચુડાસ્મા
ભાજના ધારાસભ્ય ગોવિંદ પટેલે રિપીટર વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશનની માંગણી કરી
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૨માં માસ પ્રમોશન બાદ પરિણામ તૈયાર કરવા માટેની ફોમ્ર્યુલાની મથામણ ચાલી રહી છે, ૧૦૦ માર્કના એસેસમેન્ટમાં ધો.૧૦નું પરિણામ પાયો બનશે. પરંતુ ધોરણ ૧૦ અને ૧૨ ના રિપીટર વિદ્યાર્થીઓ માટે હજી પણ ર્નિણય લેવાયો નથી. ત્યારે વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈ હજી ર્નિણય લેવાયો નથી. આમ, રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે કે નહિ તેનો ફોડ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ના પાડ્યો.
તો બીજી તરફ ભાજના ધારાસભ્ય ગોવિંદ પટેલે રિપીટર વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશનની માંગણી કરી છે. તેમણે કહ્યું કે, ધોરણ ૧૦માં રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપો. ધોરણ ૧૦ માં એક કે બે વિષયમાં ફેલ રિપીટરને માસ પ્રમોશન આપો. રાજકોટ ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે આ મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે. તેમણે ફી મામલે પણ કહ્યું કે, કોરોના કાળ દરમિયાન ફી વધારો યોગ્ય નથી. હું આ બાબતે કાંઈ જ બોલી શકું નહિ. સ્કૂલ સંચાલકો અને વાલીઓ વચ્ચેનો પ્રશ્ન છે.
Recent Comments