અમરેલી પાલિકાનો તોતીંગ વેરા વધારો મોકુફ, ગત વર્ષે મિલકત વેરો, સ્ટ્રીટ લાઇટ અને સફાઇ કરમાં બેથી પાંચ ગણાે વધારો કર્યો હતો
નગરપાલિકાના વર્તમાન સતાધીશેાઅે અાજે અા વેરા વધારાે મુલતવી રાખવાની ઘાેષણા કરી હતી. અાવનારા સમયમા હવે વેરા અંગે નગરજનાે સાથે ચર્ચા કરી નિર્ણય લેવામા અાવશે.નગરપાલિકાની ચુંટાયેલી વર્તમાન બાેડી પાલિકાઅે વિવિધ પ્રકારના અાડેધડ વધારેલા વેરા સહિતના મુદે જ ચુંટણી લડી હતી. અને ચુંટાયા બાદ ગત બાેડીઅે કરેલા વેરા વધારાને અટકાવવા માટે ઉપર સુધી દરખાસ્ત કરવામા અાવી હતી.
જે દરખાસ્ત સરકારમાથી મંજુર થઇ હતી જેના પગલે અાકરાે વેરા વધારાે હાલ તુર્ત મુલતવી રાખી દેવામા અાવેલ છે. પાલિકાના ગત ટર્મના સતાધીશાે દ્વારા પાણી વેરાે સીધાે જ બમણાે કરી દેવાયાે હતેા. જયારે કાેર્મશીયલ મિલકત વેરાે દાેઢ ગણાે કરાયાે હતાે. સ્ટ્રીટ લાઇટનાે વેરાે પણ બમણાે કરી દેવાયાે હતેા. જયારે રહેણાંક મિલકત વેરામા ચાર ગણાે વધારાે કરાયાે હતાે. દુકાનાેના વેરામા પણ ચાર ગણાે અને ખુલ્લી જમીનના વેરામા ત્રણ ગણાે વધારાે કરાયાે હતાે.
પાલિકાની ચુંટણીનુ સુકાન સંભાળનારા મુકેશભાઇ સંઘાણીઅે જણાવ્યું હતુ કે વેરાે વધારાે પાછાે ખેંચવાની શહેરના લાેકાેને ખાતરી અપાઇ હતી. જે પુર્ણ થઇ છે. અમરેલી નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન રામાણી, શહેર ભાજપ પ્રમુખ તુષારભાઇ જાેષી અને કારાેબારી ચેરમેન સુરેશભાઇ શેખવાઅે જણાવ્યું હતુ કે અેક વર્ષ માટે અા વેરા વધારાને મુલતવી રાખવામા અાવ્યાે છે. કાેરાેનાના કપરા સમયમા અમરેલીમા લાેકાેના ધંધા રાેજગાર છીનવાઇ રહ્યાં છે તેવા સમયે કમરતાેડ વેરા વધારાથી ભારે રાેષ જાેવા મળ્યાે હતાે. હવે કમસેકમ અેક વર્ષ માટે અા વેરા વધારામાથી શહેરના લાેકાેને રાહત મળી છે
Recent Comments