fbpx
ભાવનગર

રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં,ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે કોરોના વોરીયર્સ દ્વારા વૃક્ષારોપણ કરાયું

પર્યાવરણની રક્ષા એ આજના સમયની તાતી જરૂરિયાત છે. દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને પર્યાવરણની સમતુલા જાળવવા માટે પોતાનું મહામુલુ યોગદાન આપવું જોઈએ.

જેને સાર્થક કરતાં ભાવનગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં કોરોના વોરિયર્સ દ્વારા વૃક્ષારોપણથી કરવામાં આવી હતી. જે અંતર્ગત ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે કોરોના વોરીયર્સ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ તકે શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, જે રીતે કોરોના સામેની લડતમાં કોરોના વોરિયર્સ અગ્રેસર રહ્યા છે તેવી રીતે જ પર્યાવરણની રક્ષા કાજે પણ તેઓ આજે આગળ આવ્યા છે તે આપણા સૌ માટે ગૌરવની બાબત છે.

આજે સમગ્ર વિશ્વમાં ક્લાઈમેન્ટ ચેન્જનો વિષય ચર્ચાનો વિષય બન્યો છે. તેનું કારણ એ છે કે, પર્યાવરણની સમતુલા ખોરવાવાને કારણે સમગ્ર વિશ્વમાં ક્યાંક વાવાઝોડું, ક્યાંક પૂર જેવી સમસ્યાઓ ઉદભવી છે. આ બધી સમસ્યાઓ પર્યાવરણ વચ્ચેની સમતુલા બગડવાને કારણે થાય છે ત્યારે આ પર્યાવરણને જાળવવા માટે આપણે સૌએ વૃક્ષારોપણ જેવાં પ્રયત્નો કરવાની તાતી જરૂરિયાત છે તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સુશ્રી વિભાવરીબેન દવેએ વર્ષ ૨૦૦૯ થી પ્રતિ વર્ષ ૧૦૦૮ લીમડાના વૃક્ષનું શહેરમાં વાવેતર કરવાનો સંકલ્પ કરેલો છે અને આ માટે તેમણે સતત પ્રયત્નશીલ રહી વૃક્ષો પ્રત્યે તેઓની સંવેદનશીલતા દર્શાવી ચૂક્યા છે.

આ પ્રસંગે મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારિયા, ડેપ્યુટી મેયર કુમારભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, દંડકશ્રી પંકજસિંહ ગોહિલ, ગાર્ડન સમિતિ ચેરમેનશ્રી, પૂર્વ સ્ટેન્ડીગ કમિટિ ચેરમેનશ્રી યુવરાજસિંહ ગોહિલ સહિતના પદાધિકારીશ્રી-અધિકારીશ્રીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts