fbpx
અમરેલી

બાબરા – મોટા દેવળીયા માર્ગ ની મરામત કરો ધારાસભ્ય વિરજીભાઈ ઠુમરે તંત્રનો કાન આમળતા માર્ગ અને મકાન વિભાગ હરકતમાં આવ્યું

બાબરા લાઠી ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા પોતાના વિસ્તારમાં રોડ રસ્તાઓ પર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે તેના ઉદાહરણ અનેકવાર જોવા મળી રહે છે પોતાના વિસ્તાર હેઠળ આવતા શહેર કે ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરી  રોડ રસ્તાઓ રાજ્ય સરકારમાં મંજુર કરાવી કામગીરી શરૂ કરાવતા હોય છે પણ વિસ્તારમાં રોડ રસ્તાઓ નબળા પડે અને પોતાના ધ્યાનમાં આવે અથવા તો ફોન દ્વારા કે લેખિત રજુઆત કરે એટલે પૂરતી પ્રાથમિકતા આપી તંત્રને ત્વરિત સૂચના આપી રસ્તાઓની મરામત કામગીરી હાથ ધરાવે    બાબરા થી મોટા દેવળીયા માર્ગ અતિ બિસમાર છે અને તેમાં પણ બાબરા થી ચમારડી સુધનો ચાર કિલીમીટરનો માર્ગ અતિ બિસમાર હાલતમાં છે મગરમચ્છ ની ચામડી જેવો હાડકા ખોખલા થઈ તેટલી હદે ખરાબ થઈ હતો બાઇક ચાલક ને અકસ્માત સર્જાવાની પૂરે પરી ભીતિ સતાવી રહી હતી ત્યારે  હજુ ચોમાસા પેલા આ રોડની મરામત કરવામાં નો આવી હોત તો હજુ આથી પણ વધુ બતર હાલતમાં રોડ બિસમાર બનતો જાત તંત્ર દ્વારા મરામત કામગીરી કરવામાં નહિ આવતા બે દિવસ કોઈ જાગૃત નાગરિક દ્વારા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને પોતાના વ્હોસએપ નંબર પર રોડની પરિસ્થિતિ નો ચિતાર આપતા ધારાસભ્ય દ્વારા તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ  ના અધિકારીઓ ને બાબરા થી મોટા દેવળીયા સુધીમાં જે રસ્તાઓ બિસમાર બન્યાં છે તેની ત્વરિત મરામત કામગીરી કરો તેવી કડક સૂચના આપતા તંત્ર હરકત માં આવ્યું હતું બિસમાર માર્ગ નું સુપરવિઝન વિજન કરી હાલ ડામર નો પેચ વર્ક કરવામાં આવતા અહીંથી પસાર થતા રાહદારીઓ માં રાહત ની લાગણી પ્રસરી ગઈ હતી

Follow Me:

Related Posts