વડોદરાની કુખ્યાત ચીખલીગર ગેંગના ત્રણ ચોરને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા
અમદાવાદ અને ગ્રામ્યમાં ચોરી સહીતના ગુનાઓમાં સંડોવાયેલી વડોદરાની કુખ્યાત ચીખલીગર ગેંગના ત્રણ આરોપીને અમદાવાદ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા હતા. આ ત્રણેય આરોપી પાસેથી પોલીસે ચોરીનો કુલ રૂ. ૧.૬૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
રાજસ્થાનના મુળ વતની અને હાલ બોપલના આબાદ નગરમાં રહેતા અને છુટક મજુરી કરતા શંકરભાઈ પ્રજાપતી થોડા સમય પહેલા પોતાના વતન ગયા હતા ત્યારે તેમના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહીત ૧.૦૫ લાખના મુદ્દામાલનો ચોરી થઈ હતી. આ બાબતે શંકરભાઈએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી.
દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, શહેર અને ગ્રામ્યમાં ચોરી કરતી વડોદરાની કુખ્યાત ચીખલીગર ગેંગની સંડોવણી હતી અને તેના અમુક આરોપીઓ એસપી રીંગ રોડ સીલજ સર્કલ તરફ આવવાના છે તેવી બાતમી હોવાથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ વોંચ ગોઠવી ને બેઠી હતી. દરમિયાન ચીખલીગર ગેંગના મહેન્દ્રસીંગ, ગબ્બરસીંગ અને જશપાલસીંગ આમ ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી પોલીસે ચોરીનો કુલ રૂ.૧.૬૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
Recent Comments