fbpx
રાષ્ટ્રીય

કોંગ્રેસ નેતા કમલનાથની તબિયત ખરાબ થતા ગુરુગ્રામ હોસ્પિટલ ખસેડાયા

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ કોંગ્રેસ નેતા કમલનાથને ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કમલનાથને તાવ આવ્યો હતો જે બાદ તે બુધવાર સવારે હોસ્પિટલ પહોચ્યા હતા.

કોંગ્રેસના દિગ્ગજ મેદાંતા હોસ્પિટલના ૧૫માં ફ્લોર પર દાખલ કરવામાં આવ્યા છે, જ્યા ડૉક્ટરોની ટીમ તેમની દેખભાલ કરી રહી છે.

તમને જણાવી દઇએ કે આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ઇન્દોરની હોસ્પિટલમાં જ્યારે કમલનાથ પહોચ્યા હતા, ત્યારે તે કેટલાક નેતાઓ સાથે લિફ્ટમાં ચઢ્યા હતા પરંતુ અચાનક લિફ્ટ ૧૦ ફૂટ નીચે આવી ગઇ હતી. જાેકે, કોઇ નેતાને ઇજા થઇ નહતી.
મહત્વપૂર્ણ છે કે ૭૪ વર્ષના કમલનાથ સતત રાજકારણમાં એક્ટિવ છે અને કોરોના કાળમાં મધ્ય પ્રદેશ અને કેન્દ્રની ભાજપ સરકાર પર હુમલો કરતા હતા.

Follow Me:

Related Posts