ગુજરાત

કેનેડા રિટર્ન યુવકે લગ્ન બાદ બે મહિનામાં દહેજ માટે પત્નીને કાઢી મુકી, સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ

મારો પુત્ર હીરો છે મારા પુત્ર સાથે લગ્ન રજીસ્ટર કરાવવા હોય તો પિયરમાંથી તો ત્રણ લાખ રૂપિયા લઈ આવ તેમ જણાવી ચાર માસ પૂર્વે કેનેડા રીટર્ન યુવાન સાથે લગ્ન કરનાર યુવતીને ત્રાસ આપતા સાસરિયાં વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પરિણીતાને લગ્નના બે મહિનામાં જ ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. પરિણીતાએ પતિ અમિત ચોક્સી વિદેશ ભાગી જાય તે પૂર્વે તેની સામે અને ત્રાસ આપનાર સાસુ-સસરા અને જેઠ સામે કાર્યવાહી કરવા માગણી કરી છે.

પરણીતા હિનાબહેને ( નામ બદલ્યું છે) ફરિયાદમાં જણાવ્યું, ફેબ્રુઆરી ૨૦૨૧માં ચોક્સી સમાજની વેબસાઇટ દ્વારા કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ સામે આવેલ માંઇકૃપા સોસાયટીમાં રહેતા અમિત રાહુલભાઈ ચોક્સી સાથે લગ્ન થયા હતા. કેનેડાથી અમિત લગ્ન કરવા માટે વડોદરા આવ્યો હતો. લગ્ન બાદ પતિ સાથે કેનેડા જવા માટે લગ્ન રજીસ્ટર જરૂરી હોય, સાસરિયાઓ દ્વારા લગ્ન રજીસ્ટર કરાવતા ન હતા.

હિનાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે લગ્ન રજીસ્ટર કરવા માટે પત્નીને વાત કરતા પતિ, સાસુ સંગીતાબેન, સસરા રાહુલભાઈ અને જેઠ જીગરે જણાવ્યું કે, તારા બાપાએ લગ્નમાં કશું આપ્યુ નથી. અમારો પુત્ર અમિત હીરો છે. જાે લગ્ન રજીસ્ટર કરાવવું હોય તો તારા બાપ પાસેથી રૂપિયા ૩ લાખ લઇ આવ. જાે તું રૂપિયા ૩ લાખ નહીં લાવે તો મારો પુત્ર અનમેરીડ પાસપોર્ટ ઉપર કેનેડા જતો રહેશે અને ત્યાં અન્ય યુવતી સાથે લગ્ન કરી લેશે.

હીનાબેને ફરિયાદમાં જણાવ્યું કે પતિ તથા સાસરિયાઓની માંગ પૂરી ન કરતા તેઓએ એપ્રિલ ૨૦૨૧ના રોજ ઘરમાંથી કાઢી મુકી હતી. મારો પતિ અમિત ચોકસી વિદેશ ભાગી જાય તે પૂર્વે તેની સામે અને ત્રાસ આપનાર સાસુ-સસરા અને જેઠ સામે કાર્યવાહી કરવા માગણી કરી છે. મહિલા પોલીસે પરિણીતા હિનાની ફરિયાદના આધારે પતિ અમિત ચોક્સી, સાસુ સંગીતાબેન, સસરા રાહુલભાઈ અને જેઠ જીગર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ પી.આઈ જે. આર. સોલંકી કરી રહ્યા છે.

Follow Me:

Related Posts