ભાવનગર

મહુવા એ.પી.એમ.સી ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પાણી પુરવઠા વિભાગનાં અધિકારીઓ સાથે બેઠક યોજી

ભાવનગર જિલ્લાનાં એક દિવસીય પ્રવાસે આવેલ કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બારૈયાએ ભાવનગર જિલ્લાનાં મહુવા એ.પી.એમ.સી. ખાતે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં મંત્રીશ્રીએ જિલ્લામાં આવેલ ડેમો અંગે તેમજ તેના સમારકામની કામગીરી હેઠળના ભાગો વિશે તથા આગામી દિવસોમાં વરસાદના પાણી અંગે ઉદભવતી સમસ્યાઓના નિરાકરણ વિશે જરૂરી સૂચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

આ બેઠકમાં મહુવા ધારાસભ્યશ્રી આર.સી.મકવાણા, ગારીયાધાર ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકારણી તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Follow Me:

Related Posts