રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની મેડિકલ સુવિધા આપતી ખંઢેરીમાં એઈમ્સના નિર્માણથી ત્યાં રાજકોટનું સેટેલાઈટ રેલ્વે સ્ટેશનનું નિર્માણ થશે અને તે માટે અંદાજીત રૂપિયા ૧૭ કરોડના અંદાજીત ખર્ચ સાથેની પ્રપોઝલ હેડ ક્વાર્ટરમાં મોકલી અપાઈ છે.
રાજકોટ રેલવે સિનીયર ડીસીએમ અભિનવ જેફ જણાવે છે કે, ખંઢીરીમાં એઈમ્સનું નિર્માણ થશે તેના ભાગરૂપે અન્ય જિલ્લા અને રાજ્યોમાંથી આવતા દર્દીઓ અને તેમના પરિવારને લીધે ફ્રિકવન્સી વધશે અને ત્યારે લોકસુવિધાના ભાગરૂપે રેલવે વિભાગે પણ ખંઢીરી રેલવે સ્ટેશનના ડેવલમેન્ટ માટેની તૈયારી કરી છે. હાલ ત્યાં એક પ્લેટફોર્મ છે તેના સ્થાને બે પ્લેટફોર્મ હશે.
વધુ ટ્રેનની અવર જવર થતા પ્લેટફોર્મ વધશે. ફૂટઓવર બ્રીજ પણ બનશે. સાથે જ મુસાફરલક્ષી સુવિધા જેવી જ લગેજ રૂમ, એસી વેઈટીંગ હોલ, ઈન્કવાયરી રૂમ, ફ્રૂડ અને બુક સ્ટોલ, વોટર પોઈન્ટ, ટોઈલેટ સહીતનું આધુનિક બનશે. આ સાથે જ તે રાજકોટનું સેટેલાઈટ રેલવે સ્ટેશન ગણાશે. જાે કે, હજુ મુંબઈ હેડ ક્વાર્ટરમાં પ્રપોઝલ મોકલી છે ત્યાંથી રેલવે બોર્ડમાં પ્રપોઝલ પહોંચ્યા બાદ મંજૂરી મળશે..
રાજકોટ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ડિસેમ્બર મહિનામાં એઈમ્સનો પ્રારંભ કરવામાં આવનાર હોય ખંઢેરીનું રેલવે સ્ટેશન વિકસાવવાનો પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે. રેલવે વિભાગ દ્વારા સગવડ વધારવા માટેની રૂપરેખા ઘડવામાં આવી છે.


















Recent Comments