fbpx
સૌરાષ્ટ - કચ્છ

કાગદડી મહંત આપઘાત કેસમાં મોટો ખુલાસો,આપત્તિજનક વીડિયોમાં જાેવા મળતી યુવતી મહંતની ભત્રીજી હોવાનો ખુલાસો

રાજકોટના કાગદડી ગામના પાટિયા પાસે ખોડિયારધામ આશ્રમના મહંત જયરામદાસ બાપુના આપઘાતકેસ પરથી પોલીસે પડદો ઊંચકી લીધો છે. મહંતના ભત્રીજા અલ્પેશ સોલંકીએ જ હનીટ્રેપમાં ફસાવવા માટે પોતાની કૌટુંબિક બહેનનો ઉપયોગ કર્યો હતો. મહંતનો યુવતી સાથેનો આપત્તિજનક વીડિયો સામે આવ્યો છે. આ આપત્તિજનક વીડિયોમાં બીજું કોઈ નહીં, પણ મહંતની ભત્રીજી જ મહંત સાથે અંગત પળો માણતી હોવાનું સામે આવ્યું છે. ભત્રીજાએ જ કૌટુંબિક બહેન પાસે વીડિયો બનાવી બાપુને હનીટ્રેપમાં ફસાવ્યા હતા.

આપત્તિજનક વીડિયોમાં બાપુ સાથે રહેલી યુવતીએ પોલીસને નિવેદન આપ્યું છે કે મહંત સતત રાત્રે આશ્રમમાં રોકાય જવાનું કહેતા હતા. મહંત ક્યાં કારણોથી પોતાની ભત્રીજીને આશ્રમમાં રોકાવાનું કહેતા હતા એ અંગે સ્પષ્ટ થયું નથી. મહિલાએ મહંતના ભત્રીજા અલ્પેશને વાત કરતાં તેણે જ મહંત સાથે યુવતીનો વીડિયો ઉતાર્યો હતો. આરોપી વિક્રમ સોહલાએ મહંતને લાકડી દેખાડી તેના પુરાવા પણ મળ્યા છે. મહંતનો આપઘાત છુપાવવા ટ્રસ્ટના અમુક હોદ્દેદારોની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું છે. દેવ હોસ્પિટલે આપઘાતને બદલે હાર્ટ-અટેકથી મોત થયાનું સર્ટિફિકેટ આપતાં પોલીસ ડો.નિમાવતની પણ પૂછપરછ કરશે. હાલ પોલીસની ચાર ટીમ આ કેસમાં કામે લાગી છે.

પોલીસે ખોડિયાર આશ્રમના ૬ ટ્રસ્ટી સહિત ૧ ડઝન લોકોની પૂછપરછ કરી છે તેમજ મહંતના અસ્થિ અને કપડાં સહિતની ચીજવસ્તુઓ જપ્ત કરી એફએસએલ દ્વારા ભેદ ઉકેલવા મથામણ કરી રહી છે. મહિલાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે આરોપી અલ્પેશની મદદથી મહંત સાથે તેના રૂમમાં જતા વીડિયો ઉતાર્યો હતો. વીડિયોની અંતિમ ૩૦ સેકેન્ડમાં ચાલો વીડિયો ઊતરી ગયો છે, હવે નીકળો એવું પણ કોઈ બોલતું હોય એવું સંબળાય છે. મહંતના મહિલા સાથેના આવા ૬ આપત્તિજનક વીડિયો છે. હાલ એક વીડિયો બહાર આવ્યો છે.
મહંતને મરવા મજબૂર કરવાના ગુનામાં નાસી છૂટેલા આરોપીઓ અલ્પેશ, હિતેશ અને વિક્રમને પકડવા માટે પોલીસે તેમના ઘરે, વાડી, ફાર્મહાઉસ સહિતનાં સ્થળોએ દરોડા પાડ્યા છે તેમજ પરિવારજનોને બોલાવી તેમનું લોકેશન મેળવવા પૂછપરછ હાથ ધરી છે. બનાવ મોડેથી જાહેર થયો હોવાથી આરોપીઓ ગુજરાત બહાર ભાગી ગયા હોય એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Follow Me:

Related Posts