fbpx
બોલિવૂડ

ટ્રેજેડી કિંગના નામથી લોકપ્રિય દિલીપ કુમારને હોસ્પિટલમાંથી રજા મળી

ટ્રેજેડી કિંગના નામથી લોકપ્રિય દિલીપ કુમારને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ૯૮ વર્ષીય દિલીપસાહેબ તરફથી ફૈઝલ ફારુકીએ આ અંગે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. તેમણે કહ્યું હતું, ‘તમારા પ્રેમ, સ્નેહ તથા દુઆઓની સાથે દિલીપ સાહેબ હોસ્પિટલથી ઘરે જઈ રહ્યાં છે. ડૉક્ટર્સ ગોખલે, પારકર, અરૂણ શાહ તથા હિંદુજા હોસ્પિટલ, ખારની ટીમના માધ્યમથી અલ્લાહની મહેરબાની રહી.’
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લીધા બાદ સાયરાબાનોએ કહ્યું હતું કે તેઓ ઘણાં જ ખુશ છે. દિલીપસાહેબના ફેફસાંમાં રહેલું પાણી ડૉક્ટર્સે કાઢી નાખ્યું છે. તેઓ ચાહકોની પ્રાર્થના માટે આભઆરી છે.

દિલીપ સાહેબ છેલ્લાં પાંચ દિવસથી હિંદુજા હોસ્પિટલમાં એડમિટ હતા. તેમને રવિવાર, ૬ જૂનના રોજ શ્વાસ લેવામાં તકલીફ પડતાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમના ફેફસાંમાં પણી ભરાઈ ગયું હતું. આ સ્થિતિને બાઇલિટરલ પ્લ્યૂરલ ઈફ્યૂઝન કહેવામાં આવે છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં હિંદુજા હોસ્પિટલની ડૉ. જલીલ પારકરે કહ્યું હતું કે ફેફસાંમાં પાણી ભરાઈ જવું ઉંમર સંબંધીત બીમારી હતી.
ગયા મહિને દિલીપ કુમાર રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં એડમિટ થયા હતા. રજા આપ્યા બાદ સાયરાબાનોએ કહ્યું હતું કે ભગવાનને પ્રાર્થના કરજાે કે તેઓ સારા રહે. ઉલ્લેખનીય છે કે માર્ચ ૨૦૨૦થી લાગેલા લૉકડાઉનના સમયથી દિલીપ તથા સાયરા હોમ આઈસોલેશનમાં છે.

દિલીપ કુમારનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. તેમણે ‘જ્વાર ભાટા’, ‘અંદાજ’, ‘આન’, ‘દેવદાસ’, ‘આઝાદ’, ‘મુગલ-એ-આઝમ’, ‘ગંગા જમુના’, ‘ક્રાંતિ’, ‘કર્મા’, ‘સૌદાગર’ સહિત ૫૦થી વધુ બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું છે.

દિલીપ કુમારને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અવોર્ડ આઠ વાર મળ્યો છે. હિંદી સિનેમાનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. ૨૦૧૫માં સરકારે તેમને પદ્મભૂષણ અવોર્ડથી સન્માનિત કર્યા હતા.

Follow Me:

Related Posts