fbpx
રાષ્ટ્રીય

દેશમાં ૭૦ દિવસ પછી કોરોનાના સૌથી ઓછા ૮૪૩૩૨ કેસ નોંધાયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર, સતત પાંચમા દિવસે ભારતમાં દૈનિક ફ્રેશ કોવિડ કેસ ૧ લાખ નીચે રહ્યા છે. દેશમાં શનિવારે ૮૪,૩૩૨ નવા કેસ નોંધાયા છે, જે ૭૦ દિવસમાં સૌથી ઓછા છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે અપડેટ કરેલા આંકડા મુજબ છે. આ સાથે, દેશની કુલ સંખ્યા ૨૯,૩૫૯,૧૫૫ પર પહોંચી ગઈ છે. ૮મી જૂને ભારતમાં, ૮૬,૪૯૮ કોવિડ કેસ નોંધાયા જે સૌથી ઓછા ૬૩ દિવસમાં છે.

જાેકે બીજી તરફ કોવિડને કારણે થતાં મૃત્યુના આંકડા સતત ચિંતા વધારી રહ્યા છે. છેલ્લા કટેલાક દિવસથી નવા કેસ ઓછા થઈ રહ્યા છે પરંતુ મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪,૦૦૨ વધુ કોવિડ મૃત્યુ સાથે દેશમાં કુલ મૃત્યુની સંખ્યા વધીને ૩,૬૭,૦૮૧ પર પહોંચી ગઈ

દરમિયાન દેશમાં એક્ટિવ કેસ વધુ ૪૦,૯૮૧ ઘટીને ૧,૦૮૦,૬૯૦ પર આવી ગયો છે. આ સાથે રિકવરી રેટ પણ ૯૫.૦૭% થયો છે. ગઈકાલે કુલ ૧,૨૧,૩૧૧ દર્દીઓને રજા આપવામાં આવી હતી. જે બાદ અત્યાર સુધઈમાં કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા ૨૭,૯૧૧,૩૮૪ થઈ ગઈ છે. આ તરફ દૈનિક પોઝિટિવિટી રેટ પણ ૪.૩૯ % છે, જે સતત ૧૯ દિવસથી ૧૦% કરતા પણ ઓછો છે.

આરોગ્ય મંત્રાલય અનુસાર દેશમાં ટેસ્ટિંગમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. કોવિડ માટે અત્યાર સુધીમાં કુલ ૩૭.૬૨ કરોડ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. બીજી તરફ આ વર્ષે ૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલી રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૨૪.૯૬ કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts