કોંગ્રેસ સત્તામાં આવી તો કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦નો ર્નિણય બદલાશે : દિગ્વિજયસિંહ
ક્લબ હાઉસ ચેટનો એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કોંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-૩૭૦ હટાવવાના ર્નિણય પર બોલી રહ્યાં છે. તેમના કથિત ઓડિયોમાં તે બોલી રહ્યાં છે કે અહીંથી જ્યારે આર્ટિકલ-૩૭૦ હટાવવામાં આવી, ત્યારે લોકશાહીના મુલ્યોનું પાલન કરવામાં આવ્યું ન હતું. આ ઉપરાંત કાશ્મીરિયત પણ રાખવામાં આવી નથી. બધાને એક અધારુ ધરાવતા રૂમમાં પુરવામાં આવ્યા. જાે કોંગ્રેસ સરકાર સત્તામાં આવી તો અમે આ ર્નિણય બાબતે ફરીથી વિચારીશું અને આર્ટીકલ-૩૭૦ને લાગુ કરીશું.
દિગ્વિજય દેશ-વિદેશના કેટલાક પત્રકારો સાથે વરચ્યુઅલી વાતો કરી રહ્યાં હતા. આ દરમિયાન પાકિસ્તાનના પત્રકાર શાહજેબ જિલ્લાનીએ કલમ-૩૭૦ સાથે જાેડાયેલો એક સવાલ કોંગ્રેસ જનરલ સેક્રેટરીને પૂછ્યો. જિલ્લાનીએ પૂછ્યું હતું કે જ્યારે હાલની સરકાર જશે અને ભારતને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી બીજા વડાપ્રધાન મળશે ત્યારે કાશ્મીર પર આગળનો રસ્તો શું હશે? મને ખ્યાલ છે કે હાલ ભારતમાં જે થઈ રહ્યું છે, તેના કારણે તે ખત્મ થવાની નજીક છે. જાેકે આ એક એવો મુદ્દો છે, જે બંને દેશોની વચ્ચે આટલા લાંબા સમયથી છે.
કોંગ્રેસનો પહેલા પ્રેમ પાકિસ્તાનઃ ગિરિરાજ સિંહ
દિગ્વિજય સિંહની ક્લબ હાઉસ ચેટ લીક થયા બાદ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વાયરલ ચેટ ટ્વીટ કરતા કહ્યુ કે કોંગ્રેસનો પહેલા પ્રેમ પાકિસ્તાન છે. દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીનો સંદેશ પાકિસ્તાન સુધી પહોંચાડ્યો છે. કોંગ્રેસ કાશ્મીરે હડપવામાં પાકિસ્તાનની મદદ કરશે.
Recent Comments