શહેરના હિમાલયા મોલ પાસેથી પસાર થયેલી એક તકની પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવતા ચોખાનું ભૂંસુ ભરેલા માલની આડમાં રૂપિયા ૧૧.૯૦ લાખની કિંમતના વિદેશી દારૂની ૧૧૯૦૪ બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રક અને દારૂના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે વિદેશી દારૂ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો. તે અંગે તપાસ શરૂ કરી હતી.
ભાવનગરના એએસપી સફિન હસનને ભાવનગરમાં વિદેશી દારૂ ઘુસાડવાની અંગેની વાત મળી હતી. જેને લઇ શહેરના મુખ્ય રસ્તા ઉપર પોલીસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું હતું. તે દરમિયાન શહેરના હિમાલયા મોલ પાસેથી પસાર થતાં એક ટ્રકની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.
નિલમબાગ પોલીસે શહેરના હિમાલયા મોલ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતા એક ટ્રક ઉપર શંકા જતા તેને ઊભો રાખી તલાશી લીધી હતી. જેમાં ટ્રકમાં ભરેલા ચોખાના ભૂંસાની આડમાં સંતાડીને લવાઈ રહેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો.
પોલીસે ટ્રકની તલાશી લેતા ચોખાનું ભૂંસુ જાેવા મળ્યું હતું. જેથી શંકા જતા વધુ તપાસ કરી હતી. જેમાં ભૂંસાની આડમાંથી ૧૧.૯૦ લાખ કિંમતની વિદેશી દારૂની ૧૧૯૦૪ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ અને ટ્રક સહિત રાજસ્થાનના બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
Recent Comments