સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજાેમાં છેલ્લા એક વર્ષથી ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે અને આ મહામારીની પરિસ્થિતિ દરમિયાન ઘણા વાલીઓની નોકરી, ધંધામાં મુશ્કેલી થવા પામી છે. જેને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લા એનએસયુઆઇ દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઉપકુલપતિને કાજુ-બદામ આપી ૫૦% ફી માફી આપવા માટે માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લા એનએસયુઆઇના પ્રમુખ રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી કોલેજાેમાં ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે. આ કોરોનાની મહામારી દરમિયાન ઘણા વાલીઓના નોકરી ધંધા પર આર્થીક અસર પહોંચી છે. જેના કારણે ૫૦% ફી માફી કોલેજાે દ્વારા આપવી જાેઇએ. આ સાથે તેઓએ આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ અને સિન્ડિકેટ સભ્યો કોલેજાે સાથે પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે જાેડાયેલ છે તો સાથે મળી વિદ્યાર્થી અને વાલીઓને સહયોગ કરવો જાેઇએ.
તો આ સાથે ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં કોઈ વિદ્યાર્થીના માતા-પિતા કે ઘરના મુખ્ય કમાનાર વ્યક્તિનું અવસાન થયું હશે તો તેને સંપૂર્ણ ફી માફી આપવા અંગે ર્નિણય કરવામાં આવશે. આ સાથે પીજીની બાકી રહેતી પરીક્ષાઓ ઓનલાઇન લેવી કે કેમ તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. જે પણ ટૂંક સમયમાં ર્નિણય જાહેર કરવામાં આવશે.
Recent Comments