સાવલી વિસ્તારમાં કંપનીમાં ભીષણ આગ લાગતાં ચકચાર
વડોદરાના સાવલી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લગાવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે આગ લાગવાથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને કાબુ લીધી હતી. જાે કે, હજુ સુધી આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જનહાનીના સમાચાર નથી.
વડોદરાના સાવલી વિસ્તારની મંજુસર જીઆઇડીસીમાં બાબા ડેરીની બાજુમાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગી હતી.
એડવાન્સ રેઝીન નામની કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. જાે કે, આ આગના પગલે આજુબાજુના ઈન્ડસ્ટ્રીયલ એકમોની વીજળી બંધ કરી દેવામાં આવી હતી. જેથી આ વિસ્તારમાં અન્ય કોઈ અઇચ્છનીય ઘટના સર્જાય નહીં.
મોડી રાત્રે આગ લાગવાથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને આગને કાબુ લીધી હતી. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જાે કે, એડવાન્સ રેઝીન કંપનીમાં આગ કયા કારણોસર લાગી હોવનું હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ આગ લાગેલી કંપનીમાં કલર બનતો હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે. જાે કે, આ આગની ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી.
Recent Comments