વલસાડમાં ૫૦૦ રૂપિયાની નકલી ચલણી નોટો સાથે ૪ની ધરપકડ
૫૦૦ રૂપિયાની નકલી ચલણી નોટોના પ્રિન્ટીંગ અને સર્ક્યુલેશન કરતા ૪ વ્યક્તિઓની વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામોમાંથી રવિવારે ધરપકડ કરવામાં આવી. અગાઉ વલસાડના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપએ રિક્ષાચાલક ઝિપ્રુ ભોયાની ધરપકડ કરી હતી. ભોયા ધરમપુરથી પકડાયો હતો અને તેની પાસેથી ૬૬ નકલી નોટો મળી આવી હતી. તેની પૂછપરછ કરતા બીજા ત્રણ આરોપીઓ પરેશ ઉર્ફે પરશુ પવાર, ચિંતુ ભુજાડ અને પાર્થ શાહ વિશે માહિતી મળી હતી જે ત્રણેય ધરમપુરના રહેવાસી છે.
ત્રણે આરોપીઓ પાસેથી ૫૦૦ રૂપિયાની ૮૮ નકલી નોટો મળી આવી હતી. ચારેયે પોલિસને જણાવ્યુ હતુ કે તેઓ નકલી ચલણી નોટો છાપતા અને ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે આવેલા ગામોના બજારોમાં ફેરવતા. કોઈને શંકા ન જાય એ માટે તેઓ સાચી અને નકલી ચલણી નોટોને મિક્સ કરીને બજારમાં ફેરવતા. પૂછપરછ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો કે અજય નામનો ગેંગનો બીજાે સભ્ય આ નોટો છાપતો હતો.
વેક્સિન ઉત્પાદન વધારવા ભારતને મળ્યો ફ્રાંસનો સાથ, ઇમેન્યુઅલ મેક્રોને જી ૭ સમિટમાં કહી આ વાતવેક્સિન ઉત્પાદન વધારવા ભારતને મળ્યો ફ્રાંસનો સાથ, ઇમેન્યુઅલ મેક્રોને જી ૭ સમિટમાં કહી આ વાત
એસઓજીના ઈન્સ્પેક્ટર વી બી બરાડેએ જણાવ્યુ કે, ‘તે અસલી ચલણી નોટોને સ્કેન કરતો અને અમુક સૉફ્ટવેરમાં નાના-નાના ફેરફાર કરીને તેના જેવી જ બીજાે નોટો છાપતો હતો. તેમણે ઉમેર્યુ કે, ‘અજયને પણ બહુ જલ્દી ઝડપી લેવામાં આવશે. જેથી વધુ નકલી ચલણી નોટો જપ્ત થઈ શકે.’
Recent Comments