બારડોલીના કોર્પોરેટર દક્ષેશ શેઠને હનીટ્રેપમાં ફસાવનાર આરોપીની રાજસ્થાનથી ધરપકડ
બારડોલી પાલિકાના ભાજપના સસ્પેન્ડેડ સભ્ય દક્ષેશ શેઠ સોશિયલ મિડીયામાં બિભત્સ હરકતો કરતો વિડીયો વાઈરલ થતા ભારે ચકચાર મચી હતી. તેની સાથે અન્ય લોકોના પણ બિભત્સ વિડીયો વાઈરલ થયા હતા. આ કેસમાં જીલ્લા એલસીબીએ રાજસ્થાનની ગેંગના એકને પકડી પાડયો હતો.
આ બાબતે દક્ષેશ શેઠે સાઈબર સેલમાં ગુનો નોંધાવ્યો હતો. આ ગુનો સોશીયલ મિડીયા માધ્યમ દ્વારા આચરેલો હોય જેથી ઉચ્ચઅધિકારીઓ દિશાસુચન અને માર્ગદર્શન મુજબ ટેકનીકલ દિશામાં તપાસ કરતાં આ સમગ્ર નેટવર્ક રાજસ્થાનમાં અલવર તથા ભરતપુર જિલ્લામાંથી ઓપરેટ કરવામાં આવતુ હોવાનું જણાયું હતું. આ ગેંગમાં સામેલ આરોપી બાબતે ચોક્કસ માહિતી એકત્રીત કરી હતી. એલ.સી.બી. શાખાના પોલીસ અધિકારી કર્મચારીઓની અલગ-અલગ ટીમ બનાવી તેઓને રાજસ્થાન રાજ્યમાં તપાસમાં મોકલી આપી હતી. આ સમગ્ર રેકેટ ચલાવતા આરોપીઓની હકીકત એકત્રીત કરી તેઓના મુળ વતનમાં તપાસ કરી ગેંગમાં સંડોવાયેલા સુત્રધાર સલીમમોહમદ અકબરખાન સૈયદ ( રહે, ચિપરાડા, પાણીની ટાંકીની બાજુમાં, સફદલની ઘરની નજીક, થાના-એમ.આઈ.એ., તા રામગઢ પો. બહાલા જિ.અલવર, રાજસ્થાન)ને ઝડપી પાડી તેની ધરપકડ કરી ગુના સબંધમાં સઘન પુછપરછ કરી તેના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી છે.
આરોપી સાથેની આખી ગેંગ આયોજનપૂર્વક સોશીયલ મિડીયામાં યુવતિઓના નામના ફેક એકાઉન્ટ બનાવી તેમાં સુંદર યુવતીઓના ફોટા પ્રોફાઈલમાં રાખી જે ફેક એકાઉન્ટ દ્વારા યુવકોને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલતા હતા. મિત્રતા કેળવી પ્રથમ ચેટીંગ કરી તેઓની સાથે વોટ્સએપ નંબર આપ લે કરી ઉત્તેજીત થાય તેવી અશ્લીલ ભાષામાં ચેટ કરી વીડિયો કોલ રેકર્ડ કરીને રુપિયા પડાવતા હતા.
Recent Comments