દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસી મુદ્દે અટકળોએ જાેર પકડ્યું
શંકરસિંહ વાઘેલા એટલે કે રાજનીતિના બાપુ ફરી એકવાર કાૅંગ્રેસમાં જાેડાય તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો બુધવારે શંકરસિંહ વાઘેલા સાથે ગુજરાત કાૅંગ્રેસના દિગ્ગજ એવા ભરતસિંહ સોલંકીની મુલાકાત પણ થઈ ચુકી છે. માધવસિંહભાઈને શ્રદ્ધાંજલિ આપવા શંકરસિંહ અગાઉ ભરતસિંહને મળ્યા હતા. જાે કે ત્યાર બાદ ત્રણવાર બાપુની ભરતસિંહ સાથે મુલાકાત થઈ ચુકી છે. કેમ કે રાજીવ સાતવના નિધન બાદ ગુજરાત કાૅંગ્રેસના પ્રભારીની નિયુક્તિ બાકી છે ત્યારે એકવાર પ્રભારીની નિયુક્તિ થઈ જાય ત્યાર બાદ બાપુની કાૅંગ્રેસ વાપસી અંગે ર્નિણય લેવાશે. બાપુને કાૅંગ્રેસમાં લાવવા અંગે પ્રદેશ કાૅંગ્રેસનું એક મોટુ જુથ સક્રિય છે. કેમ કે હાલ પ્રિયંકા ગાંધી દિલ્હીમાં નથી ત્યારે તેમના પરત આવ્યા બાદ કાૅંગ્રેસ હાઈકમાંડ આ મુદ્દે ર્નિણય લેશે.
મુળતઃ આરએસએસ અને ભાજપ ગોત્રના શંકરસિંહ વાઘેલાએ અગાઉ બળવો કરીને ભાજપ છોડ્યુ હતુ. બાપુએ ત્યારબાદ રાજપા બનાવી હતી. જાે કે રાજ્ય વિધાનસભાની રાજપાની માત્ર ચાર બેઠક આવતા બાપુ ત્યારબાદ ૧૯૯૯માં કાૅંગ્રેસમાં જાેડાયા હતા. બાપુએ શક્તિદળ બનાવ્યુ હતુ. જે વિવાદનું કારણ બનતા તેનું વિસર્જન કર્યુ હતુ. બાપુ કાૅંગ્રેસની ટિકિટ પર લોકસભાબેઠક પર ચૂંટણી જીત્યા હતા. અને કેંદ્રમાં યુપીએ વનની સરકારમાં કપડા મંત્રી રહ્યા હતા.
શંકરસિંહ વાઘેલા ગુજરાત વિધાનસભામાં ૨૦૧૨થી ૨૦૧૭ સુધી નેતા વિપક્ષ પણ રહી ચૂક્યા છે. જાે કે રાજ્ય સભાની ચૂંટણી સમયે ભાજપે ઉતારેલા બળવંતસિંહનું સમર્થન આપીને બાપુએ કાૅંગ્રેસને ટાટા બાય બાય કર્યુ હતુ. કેમ કે ૨૦૨૨ની ચૂંટણી પહેલા ગુજરાત પ્રદેશ કાૅંગ્રેસને એક વડિલની જરૂર છે ત્યારે ફરી એકવાર બાપુ કાૅંગ્રેસમાં જાેડાય તેવા સંજાેગો બન્યા છે.
Recent Comments