fbpx
અમરેલી

ખુન કરવાની કોશિષના ગંભીર ગુન્હાના આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી જાફરાબાદ ટાઉન પોલીસ ટીમ

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ નાઓ દ્રારા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને ગંભીર ગુન્હાઓ બનતા અટકાવવા જણાવેલ હોય અને લોકોમાં ભય અને જાહેર સુલેહશાંતીનો ભંગ કરતા ઇસમોને પકડવા તેમજ નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી પકડી પાડી તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ જાફરાબાદ ટાઉન વિસ્તારમાં તાજેતરમાં બનેલ ગંભીર ગુન્હાના આરોપીઓને પકડી પાડવા સુચના કરતા જાફરાબાદ ટાઉન પોલીસ સબ ઇન્સ. એસ.આર.શર્મા તથા જાફરાબાદ ટાઉન પોલીસ ટીમ દ્વારા જાફરાબાદ ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૪૨૧૦૪૮૧ IPC ક.૩૦૭,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ તથા હથીયાર ધારા ક.૨૫(૧-બી)(એ),૨૭, ૨૯ ના ફરીયાદીને આ કામના આરોપીઓએ ગે.કા મંડળી રચી ખુન કરવાના ઇરાદે ફરી. તથા સાહેદો પર ફાયરીંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય જે આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડેલ.

     

પકડાયેલ આરોપીઃ-
*(૧) ધવલ શાંતીલાલ ભારડીયા (૨) શાંતીલાલ ખીમજીભઇા ભારડીયા (૩) દેવાંગભાઇ નાથાભાઇ ચુડાસમા (૪) સુનીલભાઇ ઉર્ફે લાલો નાથાભાઇ ચુડાસમા (૫) વિજયભાઇ નાથાભાઇ ચુડાસમા રહે.જાફરાબાદ જી.અમરેલી વાળાઓને તા.૧૯/૦૬/૨૦૨૧ ના રોજ પકડી પાડેલ

આમ, શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી તથા સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ જાફરાબાદ ટાઉન પોલીસ સબ ઇન્સ. એસ.આર.શર્મા સાહેબ તથા જાફરાબાદ પોલીસ ટીમ દ્વારા ખુન કરવાની કોશિષના ગંભીર ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડેલ છે

    
Follow Me:

Related Posts