fbpx
ગુજરાત

સુમુલ ડેરીએ દૂધના ભાવમાં લિટરે બે રુપિયાનો વધારો કર્યો

છેલ્લા ઘણાં સમયથી કોરોનાકાળમાં લોકો બેરોજગારીનો માર સહી રહ્યાં છે તો બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ભડકો થઇ રહ્યો છે. જેના કારણે સામાન્ય જનતાના ખિસ્સા પર જાેર વધ્યું છે ત્યારે સુમુલ ડેરીએ દૂધનાં ભાવમાં બે રુપિયાનો વધારો કરી દીધો છે. આ ભાવવધારો આવતી કાલથી એટલે સોમવારથી અમલી બનવાનો છે.

સુમુલ ડેરીનું દૂધનાં ભાવમાં લિટરે ૨ રૂપિયાનો વધારો થયો છે. ગોલ્ડ દૂધ હવે ૬૦ રૂપિયા લિટર, તાજા દૂધ હવે ૪૬ રૂપિયા લિટર અને ગાય દૂધ હવે ૪૮ રૂપિયા લિટર મળશે. પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધતા પરિવહન ખર્ચ વધ્યો છે જેના કારણે સુમુલે દૂધના ભાવમાં લિટરે ૨ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.

આ અંગે સુમુલ ડેરીનાં ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું કે, સુમુલ ડેરીનાં દૂધમાં ૨૦મી જૂનથી એક લિટરનાં ભાવમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. લગભગ આ વધારો ૧૮ મહિના પછી એટલે છેલ્લે ડિસેમ્બર ૧૯માં દૂધનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ભાવ વધારાનું મુખ્ય કારણ ડીઝલ મોંઘુ થતા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધ્યો છે. ઉત્પાદન ખર્ચ પણ વધ્યો છે, જેને કારણે આ ભાવ વધ્યા છે.

Follow Me:

Related Posts