ગુજરાત

સુભાષબ્રિજ રિવરફ્રન્ટ પાસે ૧૦૦થી વધુ માછલીઓના મોતથી ખળભળાટ મચ્યો

અમદાવાદ સાબરમતી નદી, કાંકરિયા અને ચંડોળા તળાવના પાણીમાં કોરોનાના મૃત વાયરસના અવશેષો હોવાનો ઘટસ્ફોટ યુનિસેફ પ્રયોજિત અને આઈઆઈટી-ગાંધીનગર, ગુજરાત બાયોટેકનોલોજિ રિસર્ચ સેન્ટર સહિત દેશની ૧૦ સંસ્થાઓએ કરેલા સ્ટડીમાં થયો છે. હવે સાબરમતીમાં કોરોનાની પુષ્ટિ વચ્ચે માછલાંઓના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. સુભાષબ્રિજ રિવરફ્રન્ટ પાસે માછલીઓના મોત થયા હોવાની માહિતી મળતા તંત્ર સતર્ક બની ગયું છે. જાણવા મળી રહ્યું છે કે અમદાવાદના સુભાષબ્રિજ રિવરફ્રન્ટ પાસે ૧૦૦થી વધુ માછલીઓના એકાએક મોત થયા છે. પરંતુ માછલીઓના મોત કોરોનાથી થયા છે તેવી કોઈ પુષ્ટિ નથી. આ માછલીઓના મોત કેમિકલ અથવા ગંદકીથી થયા હોય તેવી આશંકા સેવવામાં આવી રહી છે.

ગઈકાલે (શુક્રવાર) ગાંધીનગર આઇઆઇટીના અર્થ સાયન્સના પ્રો. મનિશકુમારસિંઘ, જેમણે આ રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે, તેમનું દ્રઢ અને સ્પષ્ટપણે માનવું હતું કે, આ વાઈરસ મૃત છે અને તેનાથી પાણીમાં કે પાણીથી સંક્રમણ થવાનું કોઈ જ જાેખમ નથી. આ સ્ટડી કરવા પાછળનો હેતુ સાબરમતી નદી, કાંકરિયા અને ચંડોળા તળાવના પાણીમાં કોરોના વાયરસની હાજરી છે કે નહીં તે ચકાસવાનો હતો. ધારો કે, તેમાં કોરોનાના જીવંત અંશ મળે તો તેની આગોતરી જાણ થઈ શકે અને તેને અનુરૂપ તકેદારીના પગલાં ભરી શકાય તેવો આ સ્ટડીનો હેતુ હોવાનું પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

જાે કે, તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, આ સ્ટડી માટે આ જળસ્રોતમાં કોરોનાના મૃત વાયરસ છે કે નહીં તે જ ડિટેક્ટ કરી શકે તે ટેકનોલોજીનો જ ઉપયોગ થયો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોનાનું સંક્રમણ જાણવા માટે વેસ્ટ વોટર સરવેલન્સ સારી બાબત છે. તે એવી જગ્યાએ શક્ય છે કે જ્યાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. પરંતુ જ્યાં આવા પ્લાન્ટ ન હોય ત્યાં નદી કે તળાવના પાણીનું મોનિટરિંગ થઈ શકે નહીં ? તે મુદ્દા પર યુનિસેફ પ્રાયોજિત પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.

Related Posts