ભાવનગર

કોરોના રસીકરણ મહા અભિયાનની ભાવનગરથી શરૂઆત

આજથી રાજ્યવ્યાપી શરૂ થયેલ કોરોના રસીકરણ મહા અભિયાનના ભાગરૂપે ભાવનગર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં. ૧૯ ખાતે ઉપસ્થિત રહી કોરોના રસીકરણ મહા અભિયાનની શરૂઆત કરાવી હતી.

મંત્રીશ્રીએ રસીકરણની કામગીરી પ્રત્યક્ષ નિહાળી ભાવનગરમાં ૧૮ થી ૪૪ વર્ષથી વયજૂથની તમામ વ્યક્તિઓને રસીકરણ થઇ જાય તે માટે સંવેદનશીલતાથી કાર્ય કરવાં ઉપસ્થિત આરોગ્ય વિભાગના કર્મચારીઓને અનુરોધ કર્યો હતો

આ અવસરે ભાવનગર મ્યુ્નિસિપલ કમિશનરશ્રી એમ.એ. ગાંધી, કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts