રાજ્યના પૂર્વ સ્વાસ્થ્યમંત્રી જયનારાયણ વ્યાસને હાલના દિવસોમાં જ બાયપાસ સર્જરીમાંથી પસાર થવું પડ્યું હતું. સારી વાત એ છે કે, તેમનું આ ઓપરેશન સફળ રહ્યુ છે. હાલમાં તેઓ આરામ પર છે. આ અંગે જયનારાયણ વ્યાસે તબીબોની ટીમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
રાજ્ય સરકારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ટ્વીટ કરતા લખ્યું કે, ‘ કમલમમાંથી મીટીંગમાં હાજરી આપવા માટે ફોન આવ્યો હતો. ભુતકાળમાં જાે તમે અસ્વસ્થ હોવ તો પાર્ટીના સિનિયર લોકો તમારા સ્વાસ્થ્ય અંગે પુછતા અથવા ખબર કાઢતા હતા. હું બાયપાસ સર્જરીના કારણે હોસ્પિટલમાં છું, જે કમલમના બાળકો સિવાય તમામ લોકો જાણે છે. પાર્ટી ચોક્કસ બદલાઈ ગઈ છે !!
સોશિયલ મીડિયા પર તેમણે આ અંગે કરેલી એક પોસ્ટ દ્વારા તમામ લોકોને જાણ થઈ હતી. જે બાદ પૂર્વ સ્વાસ્થ્ય મંત્રીના શુભચિંતકો અને હિતેચ્છુઓ તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી જલ્દી સ્વસ્થ થઈ ફરી હેમખેમ થાય તેવી શુભકામના અને પ્રાર્થના પણ કરી રહ્યા છે. જાે કે, તેમને તાજેતરમાં કરેલુ ટિ્વટ પરથી ચોક્કસ જણાઈ આવે છે કે, એક સમયે ભાજપમાં સ્વાસ્થ્ય મંત્રીના પદ પર બિરાજમાન આ દિગ્ગજ નેતાની ખબર અંતર પૂછવાનો વિવેક પણ ભારતીય જનતા પાર્ટી ભૂલી ગઈ લાગે છે.


















Recent Comments