બોલિવૂડના અભિનેતા-અભિનેત્રી હોલિવૂડની હિટ ફિલ્મોની હિન્દી રિમેકમાં જાેવા મળશે
બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન ટૂંક સમયમાં ક્વેંટિન તારાંટિનોના નિર્દેશનમાં બનેલી ક્લાસિક હિટ બોલિવૂડ ફિલ્મ ‘કિલ બિલ’ની હિન્દી રિમેકમાં જાેવા મળશે. અનુરાગ કશ્યપ ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે, જેમાં લીડ રોલ માટે કૃતિ સાથે વાતચીત ચાલુ છે. એક્ટ્રેસે આ ફિલ્મ માટે હા પાડી દીધી છે. કૃતિ સેનન સિવાય પણ ઘણા એક્ટર હોલિવૂડ ફિલ્મોના હિન્દી રિમેકમાં જાેવા મળશે.
બોલિવૂડ એક્ટર આમિર ખાન લાંબા સમય બાદ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ થી કમબેક કરી રહ્યાં છે. તે હોલિવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક છે જેમાં ટોમ હેંક લીડ રોલમાં હતા. ફિલ્મને ૧૯૯૪માં રિલીઝ કરવામાં આવી હતી. અપકમિંગ રિમેક ફિલ્મમાં આમિર ખાનની સાથે કરિના કપૂર ખાન લીડ રોલમાં છે.
વૉર ફિલ્મની સફળતા બાદ ટાઈગર શ્રોફે ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદની સાથે એક અન્ય પ્રોજેક્ટ સાઈન કરી છે. આ ફિલ્મ સિલ્વેસ્ટર સ્ટેલોનની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ રેમ્બોની હિન્દી રિમેક થવાની છે. જેનું ટાઈટલ પણ આવું જ હશે. આ ફિલ્મ વર્ષ ૧૯૮૨માં રિલીઝ થઈ હતી.
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં ૧૯૯૫ની બ્લોકબસ્ટર હિટ હોલિવૂડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની હિન્દી રિમેક ફિલ્મમાં જાેવા મળશે. છેલ્લા કેટલાય સમયથી આ ફિલ્મ ચર્ચામાં છે. ઓરિજિનલ ફિલ્મમાં એના હાથવે અને રોબર્ટ ડે નિરો લીડ રોલમાં હતા, તેની જગ્યાએ દીપિકા પાદુકોણ અને રિશી કપૂરને કાસ્ટ કરવામાં આવ્યા હતા. જાે કે, રિશીનું નિધન થયા બાદ હવે ઈન્ટર્નના રોલ માટે કાસ્ટિંગમાં ફેરફાર કરવામાં આવશે. ???????
વેબ સિરીઝ ૨૪ બાદ અનિલ કપૂર ફરીથી ડાયરેક્ટર અભિનય દેવની સાથે હાથ મિલાવ્યો છે. એક્ટર હોલિવૂડની એડવેન્ચર્સ ફિલ્મની રિમેક ‘રેડ’માં મુખ્ય ભૂમિકા નિભાવતો જાેવા મળશે, જેનું દિગ્દર્શન અભિનય કરી રહ્યો છે. અસલી ફિલ્મમાં વ્રૂસ વિલ્લીજ, મોર્ગન ફ્રીમેનસ, જ્હોન માલ્કોવિક, હેલન મિરેન, કાર્લ અર્બન અને મેરી લૂઈસ પાર્કર લીડ રોલમાં હતા. ફિલ્મની આખી કાસ્ટને હજી સુધી ફાઈનલ નથી કરવામાં આવી.
Recent Comments