રાષ્ટ્રીય

ચીને વિવાદિત લેબ વુહાનને એવોર્ડ માટે નોમિનેટ કરતાં આશ્ચર્ય

એકેડમીના કહેવા પ્રમાણે વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીના સંશોધને કોરોના વાયરસ મહામારી અટકાવવા અને કોરોના વેક્સિન બનાવવાની દિશામાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે

એક વર્ષ કરતા પણ વધારે સમયથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસે લાખો લોકોનો જીવ લીધો છે અને આખી દુનિયા જાણે છે કે વાયરસનું ઉત્પત્તિ સ્થાન ચીન ખાતેની વુહાન લેબ છે. કોરોના વાયરસનો પહેલો કેસ પણ વુહાન ખાતે જ નોંધાયો હતો. ત્યારે ચોંકાવનારી વાત એ છે કે, ચીને આ વિવાદિત લેબને એવોર્ડ માટે નોમિનેટ કરી છે.

ચીને વુહાન ખાતેની આ લેબને ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સીઝના કોવિડ-૧૯ મુદ્દે ઉત્કૃષ્ટ રિસર્ચ કરવાની દિશામાં કરવામાં આવેલા પ્રયત્ન માટે સૌથી મોટો એવોર્ડ અપાવવાના ઈરાદાથી નોમિનેટ કરી છે.

અનેક રિપોટ્‌ર્સમાં એવું બતાવવામાં આવ્યું છે કે, ચીનની એકેડમી ઓફ સાયન્સીઝ તરફથી કહેવામાં આવ્યું છે કે, આ લેબ દ્વારા કરવામાં આવેલા મહત્વપૂર્ણ સંશોધનના કારણે કોરોના વાયરસની ઉત્પત્તિ, મહામારી વિજ્ઞાન અને તેના રોગજનક મિકેનિઝમને સમજવામાં મદદ મળી છે. તેના પરિણામોના ફળસ્વરૂપે કોરોના વાયરસ વિરૂદ્ધ દવાઓ અને વેક્સિન બનાવવા માટેનો રસ્તો સાફ થયો. સાથે જ વુહાન લેબ દ્વારા મહામારીનો પ્રસાર રોકવા અને બચાવ માટે મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક અને તકનીકી સમર્થન પૂરૂ પાડવામાં આવ્યું. એકેડમીના કહેવા પ્રમાણે વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીના સંશોધને કોરોના વાયરસ મહામારી અટકાવવા અને કોરોના વેક્સિન બનાવવાની દિશામાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે.

Follow Me:

Related Posts