અભિનેત્રી નિવેથા પેથુરાજના ભોજનમાં નીકળ્યા બે વંદા, ફૂડની તસવીર કરી શેર
તમિલ અભિનેત્રી નિવેથા પેથુરાજ સાથે ચોંકાવનારી ઘટના બની છે. અભિનેત્રીએ આ સમગ્ર ઘટના સો.મીડિયા પર તેના ફેન્સસાથે શેર કરી છે. અભિનેત્રીએ ૨૩ જૂને સ્વિગીના માધ્યમથી ફૂડનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ તે આ ફૂડ ન ખાઈ શકી. આનું એક કારણ હતું. ખરેખર, ખાવામાંથી એક નહીં પણ બે વંદા આવ્યા.
૨૩ જૂનની રાત્રે નિવેથા પથુરાજે ‘મૂનલાઇટ ટેકઅવે’ નામની રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવ્યું, જેમાં રાઇસ પણ હતા. રાઇસમાંથી બે વંદા નીકળ્યા. અભિનેત્રીએ આ ફૂડની તસવીર સો.મીડિયા પર પણ શેર કરી છે. તસ્વીરમાં ભોજનની વચ્ચે વંદો સ્પષ્ટ દેખાય છે. આને કારણે, અભિનેત્રી પરેશાન થઈ ગઈ અને તેણે પોતાનો આખો અનુભવ સો.મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યો.
નિવેથા પેથુરાજે પોસ્ટમાં લખ્યું, ‘સ્વીગી અને રેસ્ટોરન્ટ શું સ્ટાન્ડર્ડ મેન્ટેઇન કરી રહ્યા છે. તેની મને કોઈ જાણકારી નથી. મારા ખાવામાં બે વાર વંદા નીકળ્યા. આ રેસ્ટોરન્ટ્સનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાે યોગ્ય ન હોય તો તેના વિરુદ્ધ કાર્યવાહી થવી જાેઇએ.
અભિનેત્રીની આ પોસ્ટ પર ફેન્સે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ જ બીજા ઘણા લોકોએ પણ અભિનેત્રી સાથે તેમના અનુભવો શેર કર્યા. આ પછી નિવેથા પેથુરાજે બીજી પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં અભિનેત્રીએ લખ્યું, ‘મને આવા ઘણા મેસેજ મળ્યા, જેમાં જણાવવામાં આવ્યું કે આ પહેલીવાર બનતું નથી, ભૂતકાળમાં પણ આ રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર અપાયેલા ખોરાકમાં વંદા આવી ગયા હતા. આ પછી પણ, રેસ્ટોરન્ટ કેવી રીતે બેજવાબદાર હોઈ શકે છે. સ્વિગીને વિનંતી છે કે આ રેસ્ટોરન્ટને સ્વિગી એપ્લિકેશનમાંથી કાઢી નાખે.
Recent Comments