fbpx
અમરેલી

વડિયાની સુરવો નદીમાં નર્મદાના નીરની પધરામણી થતાં હર્ષનો માહોલ

વર્તમાન ગુજરાત સરકારની સરકાર દ્વારા સૌરાષ્ટ્રમાં નર્મદાના નીર પહોંચાડવા માટે સૌની યોજનાથી સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમોને સમાવવામાં આવ્‍યા છે ત્‍યારે તેમાં સૌની યોજનાની મુખ્‍ય લાઈનમાંથી રામપુર-તોરી પાસે આવેલા વાલ્‍વમાંથી પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડની રજુઆતથી નર્મદાનું પાણી સુરવો નદીમાં છોડાતા વડિયાના સુરવો ડેમમાં પાણીની આવક થઇ હતી. જેનો લાભ રામપુર, તોરી, અરજનસુખ, ખાન ખીજડીયા, મોરવાડા સહીતના ગામોના ખેડૂતોને થયો હતો.

વડિયા ગામના સરપંચ છગનભાઇ ઢોલરીયા, જિલ્લા પંચાયત સદસ્‍ય વિપુલ રાંક અને ગામના આગેવાનો દ્વારા વડિયાની મઘ્‍યમાંથી પસાર થતી સુરવો નદીમાં ચેકડેમોમાં માછલીઓ અને કાચબાઓ પાણી વગર મુરઝાતા હોય, ગામના પાણીના તળ નીચા ગયા હોય ગામને પાણીની સમસ્‍યા ના સર્જાય તે માટે પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડને વડિયાના સુરવો ડેમમાં આવેલું પાણી નદીમાં છોડવામાટે રજુવાત કરવામાં આવી હતી. જે પૂર્વ મંત્રી દ્વારા રાજયના મુખ્‍યમંત્રી અને સિંચાઈ વિભાગને  રજુવાત કરાતા વડિયાના સુરવો ડેમનો એક દરવાજો ખોલવામાં આવતા સુરવો નદીમાં નર્મદાના નીર વહેતા થયા હતા.

વડિયામાં આવેલા સુરવો નદી પરના ચેકડેમ ભરાતા પાણીના તળ સુધરશે તેવી આશા અને વડિયાની નદીમાં નર્મદાના નીર આવતા ડેમ ખાતે  અમરેલી અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, વડિયા  જિલ્લા પંચાયતના સદસ્‍ય વિપુલ રાંક, સરપંચ છગન ઢોલરીયા, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુંમ્‍મર, ચેતન દાફડા સહીતના આગેવાનોએ તેમના વધામણા કરી પૂર્વ મંત્રીના પ્રયત્‍નથી નર્મદાના નીર આવતા લોકોની સમસ્‍યાનો અંત આવશે ત્‍યારે આગેવાનો અને ગામજનોએ પૂર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડનો આભાર માન્‍યો હતો.

Follow Me:

Related Posts