સાવરકુંડલા શહેરી વિસ્તારમાં છેવાડાના વિસ્તારોમાં હકક ચોકસી કરવા નુ શરૂ થતા વર્ષો જુના પ્રશ્ન નો અંત
સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાનો તથા ગુજરાત સરકારનો આભાર માનતા નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા
સાવરકુંડલા શહેરી વિસ્તારમાં સીટી સર્વે માંથી પ્રોપર્ટી કાર્ડ માટે બાકી રહી ગયેલા છેવાડાના વિસ્તારોમાં હકક ચોકસી કરવા માટે નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ સાંસદશ્રી નારણભાઇ કાછડીયાને પત્ર દ્વારા સાવરકુંડલા શહેરી વિસ્તારમાં ફરતે આવેલા વિસ્તારોમાં પુષ્કળ જમીનો માં લોકો એ બીન ખેતી કરાવીને વસવાટ કરી દેવામાં આવ્યો હોય જેથી શહેરની વિકાસ ની અગત્યતા ધોરણે લઇ શહેરની સીટી સર્વે ની લીમીટ તાકીદે વધારવી જોઇએ તેવી રજુઆત કરતા સાંસદશ્રી એ અંગત રસ લઇને રાજય સરકાર માં રજુઆત કરેલ જે હાલ માં સાવરકુંડલા શહેરી વિસ્તારમાં છેવાડાના વિસ્તારોમાં હકક ચોકસી ની કામગીરી શરૂ થતા સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાનો તથા ગુજરાત સરકાર નો છેવાડાના વિસ્તારના લોકો વતી નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ આભાર માન્યો હતો
Recent Comments