fbpx
ભાવનગર

નેસવડ નજીક ડીહાઈડ્રેશન પ્લાન્ટમાં વિકરાળ આગ, કરોડોના નુકશાનનો અંદાજ

મહુવા તાલુકાના નેસવડ ચોકડી પાસે આવેલા હરીપરા ગામ નજીક એક ડીહાઈડ્રેશન પ્લાન્ટમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. આગ લાગવાનાની ફાયર વિભાગને જાણ કરાતા મહુવા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ૧૦ થી વધુ ગાડી પાણીનો છંટકાવ કરી પાંચેક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગમાં ડીહાઈડ્રેશનનો તૈયાર કરેલો માલ બળીને રાખ થઈ જવા પામ્યો હતો.
મહુવાના નેસવડ ચોકડી નજીક હરીપરા ગામ પાસે આવેલ આર.એસ.ફુડ્‌સ નામની ઈમરાન મીનસારીયા ના ડીહાઈડ્રેશન પ્લાન્ટમાં આજે વહેલી સવારે ૫ઃ૩૦ ના અરસામાં અચાનક આગ લાગી હતી. આગની જાણ મહુવા ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે ધસી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. પાંચેક કલાકની જહેમત બાદ દસથી વધુ ગાડી પાણીનો છંટકાવ કરી ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી હતી.

ડીહાઈડ્રેશન પ્લાન્ટમાં લાગેલી આગના કારણે તૈયાર કરાયેલો એક્સપોર્ટ કરવાનો મોટો જથ્થો બળીને રાખ થઈ ગયો હતો. આગમાં રૂા. ૧ કરોડથી વધુનું નુકશાન થયુ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળેલ નથી.

Follow Me:

Related Posts