fbpx
અમરેલી

સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે નેશનલ ડૉક્ટર્સ ડે ની ઉજવણી કરવામાં આવી

દુનિયામાં ડૉક્ટરની ભૂમિકા પણ મહત્ત્વની છે. ડૉક્ટરો મહેનત કરીને બીમાર વ્યક્તિને મોતના મુખમાંથી પાછો ખેંચી લાવે છે હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી કહેર વર્તાવી રહી છે, ત્યારે દર્દીઓને સ્વસ્થ કરવા માટે ડૉક્ટર્સ તનતોડ મહેનત કરી રહ્યા છે. આપણે ડૉક્ટર્સનું સન્માન જરૂર કરવું જોઈએઆજ રોજ સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે નેશનલ ડૉક્ટર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી આ તકે સિવિલ હોસ્પિટલ અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વાળા સાહેબ, સીવીલ સુપરિટેન્ડેન્ટશ્રી ડૉ. શોભના મેડમ તથા રેસીડન્ટ આરોગ્ય અધિકારીશ્રી ડૉ. સતાણી સાહેબ તથા સીવીલ હોસ્પિટલ ના ડોક્ટર્સ સ્ટાફ, ઈમરજન્સી સેવા 108, ખિલખિલાટ સેવાનો સ્ટાફ  તેમજ અમરેલી 108 સેવાના  જિલ્લા અધિકારી શ્રી યોગેશ જાની હાજર રહ્યા હતા અને  સિવિલ હોસ્પિટલ અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વાળા સાહેબ દ્વારા કેક કાપી ને સમગ્ર સ્ટાફ ને મોઢું મીઠું કરાવ્યું હતું અને  નેશનલ ડૉક્ટર્સ ડે ની હાર્દિક શુભકામના પાઠવી હતી.

Follow Me:

Related Posts