રખિયાલમાં અસામાજિક તત્વોનો આતંકઃ એસ્ટેટમાં તલવાર સાથે આતંક મચાવ્યો
અમદાવાદના રખિયાલમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જાેવા મળ્યો છે. બાઈક પર આવેલા કેટલાંક લોકોએ સ્થાનિકોને ભયમાં મૂકી દીધા છે. રખિયાલના કૈવલ કાંટા પાસેના એક એસ્ટેટમાં તલવાર સાથે કેટલાંક શખ્સો બાઈક પર આવ્યા હતાં અને તલવાર મારતા એક વ્યક્તિ ઘાયલ થયો છે. જાે કે આ ઘટનાની જાણ થતા જ પોલીસે પંકજ, જાેયેબ અને અન્ય એક શખ્સ સામે ગુનો નોંધ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ છે.
અગાઉ પણ આ રીતે અમદાવાદના જુહાપુરામાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં પણ કેટલાંક લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. બાબા અને કે.કે નામના ઈસમોએ આતંક મચાવ્યો હતો. ઘાતક હથિયારો લઈને બંને ઈસમોએ જાહેરમાં દાદાગીરી બતાવી હતી. અહીંયા આવેલી એક નોનવેજની લારીમાં પણ તેમણે તોડફોડ કરી હતી. લારીના માલિકને માર મારીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.
Recent Comments