શિવરંજની હિટ એન્ડ રન કેસઃ કારનો પીછો કરનાર હોમગાર્ડ જવાનની ધરપકડ
શિવરંજનીના હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહ વિરૂદ્ધ આઈપીસી કલમ ૩૦૪ મનુષ્ય વધનો ગુનો દાખલ કરાયો છે. ત્યારે આ હિટ એન્ડ રન મામલે મોટો વળાંક સામે આવ્યો છે. પર્વ શાહની સાથે સીસીટીવીમા દેખાતી બીજી કારનો માલિક ચર્ચામાં આવ્યો હતો. શિવરંજની હિટ એન્ડ રન કેસમાં અકસ્માત સમયે સીસીટીવી કારમાં દેખાતી બીજી કાર પોલીસે શોધી કાઢી હતી. બ્લેક કલરની વેન્ટો કારનો ચાલક ધીરજ પટેલ હોવાનું સામે આવ્યું હતું. ધીરજ પટેલ થલતેજમાં તેમના બહેનના ઘરેથી પરત ઇન્કમટેક્સ ખાતે આવેલ પોતાના ઘરે જઇ રહ્યો હતો.
જાેકે, સવાલ એ છે કે, ધીરજ પટેલની કારમાં ખાખીધારી શખ્સ સવાર હોવાનું કહેવાય છે. કારમાં ધીરજ પટેલે તેની સાથે પોલીસ કર્મી કે હોમગાર્ડ જવાન બેસાડયૉ હોવાની આશંકા છે. કારચાલક ધીરજ પટેલનું પોલીસ નિવેદન લઇ જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવશે. પરંતુ હાલ તે ખાખી ધારી કોણ હતો તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી હતી. આખરે તે હોમગાર્ડ જવાનને શોધવામાં પોલીસને સફળતા મળી છે. વેન્ટો ગાડીમાં બેસી ગાડી પીછો કરવાનું કહેનાર હોમગાર્ડ જવાન પકડાતા હવે સમગ્ર કેસની ગડીઓ ઉકેલાઇ ચુકી છે તેમ લાગી રહ્યું છે.
Recent Comments