બોલિવૂડ

નીના ગુપ્તાએ શંકર નાગને યાદ કરતાં તેની સાથેની બોલ્ડ તસવીર કરી શેર

નીના ગુપ્તાએ ૧૯૮૪ની સાલમાં રિલીઝ થયેલી પોતાની ઇરોટિક ફિલ્મ ‘ઉત્સવ’ના અભિનેતા શંકર નાગને યાદ કરતાં એક જૂની તસવીર શેર કરી છે. નીના ગુપ્તા આ તસવીરમાં ખૂબ જ બોલ્ડ દેખાય રહી છે.

શંકર નાગની સાથે ફિલ્મની એક યાદગાર તસવીરને શેર કરતાં નીના ગુપ્તાએ લખ્યું કે ઉત્સવમાંથી એક સીન, મિસ યુ સો મચ, શંકર તું અમને બહુ ઝડપથી છોડીને જતો રહ્યો. આ તસવીરમાં નીના ખૂબ જ ગ્લેમરસ દેખાય છે.

૧૯૮૪ની સાલમાં રિલીઝ થયેલી આ એડલ્સ ફિલ્મ ખૂબ વિવાદોમાં રહી હતી. આ ફિલ્મમાં રેખા લીડ રોલમાં હતી. આ એક પીરિયડ ડ્રામા ફિલ્મ હતી, જે સંસ્કૃત ડ્રામા ‘મૃચ્છકટિકમ્‌’નું અડોપ્શન છે. ફિલ્મની વાર્તા ઉજૈજનમાં એક વૈશ્યા અને એક ગરીબ બ્રાહ્મણની મુલાકાત પર આધારિત છે. આ ફિલ્મને ઇરોટિક બતાવીને ખૂબ આલોચના થઇ હતી. જે સેક્શુઆલિટી, સેંશુઆલિટી, અને સિડક્શનથી ભરપૂર હતી.

ફિલ્મનું નિર્દેશન ગિરિશ કર્નાડ એ કર્યું છે. ફિલ્મમાં શશિ કપૂર અને રેખા મુખ્ય પાત્ર છે. આ સિવાય ફિલ્મમાં અમઝદ ખાન, અનુપમ ખેર, નીના ગુપ્તા અને સતીશ કૌશિક, અન્નુ કપૂર દેખાયા હતા.

શંકર નાગ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો એક જાણીતો એકટર હતો. એટલું જ નહીં ફેમસ સિરિયલ ‘માલગુડી ડેઝ’નું પણ નિર્દેશન કર્યું હતું. ૩૦ સપ્ટેમ્બર ૧૯૯૦ના રોજ ૩૬ વર્ષની ઉંમરમાં તેનું નિધન થઇ ગયું હતું.

Follow Me:

Related Posts