દેશમાં કોરોના કેસમાં ઘટાડો, ૩૯,૭૯૬ નવા કેસ અને ૭૨૩ લોકોના મોત
કોરોના વાયરસ મહામારીની બીજી લહેરમાં સંક્રમણના કેસ હવે ઘટવા લાગ્યા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે સોમવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશભરમાં કોરોના વાયરસના ૩૯,૭૯૬ નવા કેસ મળ્યા છે જ્યારે ૪૨,૩૫૨ દર્દી રિકવર થઈને પોતાના ઘરે પાછા ફર્યા છે. વળી, છેલ્લા એક દિવસમાં કોરોના સંક્રમણના કારણે ૭૨૩ લોકોના મોત થયા છે. આ નવા કેસો સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને ૩,૦૫,૮૫,૨૨૯ અને રિકવર દર્દીઓની સંખ્યા ૨,૯૭,૦૦,૪૩૦ થઈ ગઈ છે
આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધી ૪,૦૨,૭૨૮ લોકોના જીવ જઈ ચૂક્યા છે. જાે કે કોરોના વાયરસથી રિકવર થનાર દર્દીઓનો આંકડો સતત વધી રહ્યા છે અને દેશમાં હાલમાં સક્રિય કેસ ૪,૮૨,૦૭૧ જ બચ્યા છે. આ ઉપરાંત કોરોના વાયરસ મહામારી સામે દેશભરમાં રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યુ છે અને અત્યાર સુધી વેક્સીનના કુલ ૩૫,૨૮,૯૨,૦૪૬ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.
તમને જણાવી દઈએ કે હાલમાં દેશમાં પાંચ રાજ્યો કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સામાં કોરોના વાયરસના કેસ સૌથી વધુ મળી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કેરળમાં ૧૨,૧૦૦ કેસ, મહારાષ્ટ્રમાં ૯૩૩૬ કેસ, તમિલનાડુમાં ૩૮૬૭ કેસ, આંધ્ર પ્રદેશમાં ૩૧૭૫ કેસ અને ઓરિસ્સામાં ૨૮૭૦ નવા કેસ મળ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોના વાયરસના દૈનિક કેસોમાંથી ૭૮.૭૮ ટકા કેસ આ પાંચે રાજ્યોમાં છે.
વળી, દેશની રાજધાની દિલ્લીમાં સતત કેસ ઘટી રહ્યા છે જેના કારણે કેજરીવાલ સરકારે સોમવારે સ્ટેડિયમ અને સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ ખોલવાની મંજૂરી આપી દીધી છે. જાે કે આ બંને જગ્યાએ હાલમાં દર્શકોને જવાની મંજૂરી નથી. વળી, થિયેટરો, મલ્ટીપ્લેક્સ, સિનેમાહૉલ, સ્વિમિંગ પૂલ, સ્પા, સ્કૂલ અને કૉલેજાેમાં હાલમાં બંધ રાખવામાં આવ્યા છે.
Recent Comments