fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગોંડલના બાંદરા નજીક લીમડા કાપતા સમયે લોખંડનો ઘોડો વીજલાઇનને અડી જતા બે સગાભાઇઓના મોત

ગોંડલના કંટોલીયા-બાંદ્રા ગામ વચ્ચે ખેતરમાં ધર્મેશભાઇ જેસાણીએ મલેશિયન લીમડાના વૃક્ષો વાવ્યા છે. આ વૃક્ષો કાપવા માટે શ્રમિકો લોખંડનો ઘોડો લઈને ખેતરમાં જઈ રહ્યાં હતા. પરંતુ ખેતર ઉપરથી પસાર થતી ૧૧ કે.વી. ઇલેક્ટ્રિક લાઈન સાથે લોખંડનો ઘોડો અડી જતા શોર્ટ લાગતા બે શ્રમિકના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે ખેતર માલિક ધર્મેશભાઇ સહિત આજુબાજુના ખેતરોમાંથી પણ લોકો દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા જ ગોંડલ તાલુકા પોલીસ અને પીજીવીસીએલની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પીજીવીસીએલની ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. બે શ્રમિકના મોતથી આજુબાજુની વાડીમાં કામ કરતા અન્ય શ્રમિકોમાં પણ માતમ જાેવા મળી રહ્યો છે. પોલીસે મૃતક બંને શ્રમિકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.

રાજકોટના કાલાવડ રોડ પર મોટામવામાં અર્જુન પાર્ટી પ્લોટ સામે આવેલા કદમ હાઇટ્‌સ એપાર્ટમેન્ટમાં એક વર્ષ પહેલા જીવલેણ દૂર્ઘટના બની હતી. જેમાં દૂધ લેવા માટે લિફ્ટનો દરવાજાે ખોલી અંદર જતા અને પાંચમા માળે પહોંચતા મનિષાબેન કિરણભાઇ આશરા (ઉ.વ.૫૩)ને વીજ કરંટ લાગ્યો હતો. આથી તેઓએ બૂમાબૂમ કરતા પાંચમા માળે રહેતાં વેપારી જીજ્ઞેશભાઇ જસવંતભાઇ ઢોલ (ઉ.વ.૪૭) દોડી ગયા હતા. મનિષાબેનને બચાવવા જતાં તેમને પણ લિફ્ટના દરવાજામાંથી વીજ કરંટ લાગતા બંને બેભાન થઇ ગયા હતા. આથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહીં બંનેના મોત નીપજ્યા હતા.

Follow Me:

Related Posts