અમરેલી જિલ્લા રમત પ્રશિક્ષણ કેંદ્ર, સિનિયર કોચશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, ભારત સરકાર દ્વારા દેશના ઉચ્ચતમ એવોર્ડમાં પદ્મ એવોર્ડ – પદ્મ વિભુષણ, પદ્મ ભુષણ અને પદ્મશ્રી એવોર્ડ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અરજીઓ મંગાવવામાં આવેલ છે. જેમણે કલા, સાહિત્ય અને શિક્ષા, રમતગમત, સામાજિક કાર્ય, અને ઈન્જીનિયરીંગ જેવા ક્ષેત્રે વ્યક્તિ વિશેષ કે સંસ્થાઓ કે જેઓ પદ્મ એવોર્ડ માટે યોગ્ય ઉત્ક્રૂષ્ટ કાર્ય/ ઉપલબ્ધીઓ મેળવી હોય તેઓએ https://padmaawards.gov.in પોર્ટલ પર ઓન લાઈન અરજી કરવાની રહેશે અને તેની હાર્ડ કોપી સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અમરેલી, રમત સંકુલ, ચિતલ રોડ, ગોળ દવાખાનાની બાજુમાં ખાતે તા: ૯/૦૭/૨૦૨૧ ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક પહેલા કચેરી ખાતે રૂબરૂ જમા કરાવવાની રહેશે.
પદ્મ એવોર્ડ – પદ્મ વિભુષણ પદ્મ ભુષણ અને પદ્મશ્રી એવોર્ડ માટે અરજીઓ મંગાવાઈ

Recent Comments