ઉમરગામના મરોલી ગામે પાંચથી છ લોકોએ હિંદુમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતા ખળભળાટ
સુરતના ઉમરગામ તાલુકાના દરિયાકાંઠા નજીક મરોલી ગામના પાંચથી છ મહિલા-પુરુષો હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતા હોવાનો વિડિયો વાઇરલ થતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઇ છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પાસે આ ધર્મ પરિવર્તન અટકાવવાની માંગ ઉઠાવી છે.
ઉમરગામના તાલુકાના મરોલી ગામે બારીયા સમાજના પાંચ થી છ સ્ત્રી-પુરુષો ધર્મ પરિવર્તન કરી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરતા હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ વીડિયોમાં બારીયા સમાજના પાંચ થી છ મહિલા-પુરુષોને ખ્રિસ્તી પાદરીઓ ધાર્મિક વિધિ વડે તેઓને ખ્રિસ્તી ધર્મમાં પ્રવેશ કરાવતા હોવાનું દેખાઈ રહ્યું છે. તેમજ તેઓના નામોના ઉચ્ચારણ થતા પણ વીડિયોમાં સંભળાય રહ્યા છે.
હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તનની પ્રક્રિયા મરોલી ગામે થતા જાગૃત હિન્દુ યુવકોએ આ વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. તેમજ એક મેસેજ લખી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પાસે આવી ધર્મપરિવર્તનની પ્રવૃત્તિ અટકાવવા અપીલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય બની રહે છે કે, કાંઠા વિસ્તારનુ મરોલી ગામ ગુજરાત રાજ્યના વન અને આદિજાતિ વિકાસમંત્રી રમણભાઈ પાટકરનુ ગામ હોય અને તેમના નિવાસ સ્થાનેથી માત્ર બે કિમીના અંતરે આવેલા ગામમાં ખ્રિસ્તી મિશનરીઓની વટલાવ પ્રવૃતિઓ બેરોકટોક ચાલી રહી છે.
આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા અંગે પણ સ્થાનિક યુવાનોએ મંત્રી પાટકર સહિત સ્થાનિક જિલ્લાના,તાલુકાના હિન્દુ સંગઠનોને પણ વિડિયો મોકલી આપ્યા છે. તેમજ સોશિયલ મિડીયામાં સવાલો કરવા છતા રાજકીય નેતાઓ અને હિન્દુ સંગઠનનોના સુચક મૌન સામે કાંઠા વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
Recent Comments