સુરત ભેસ્તાન ત્રણ રસ્તા નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. વાહન ચેકિંગની ફરજ બજાવતી બે મહિલા કોન્સ્ટેબલ સહિત ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતાં. જેમાં એક મહિલા કર્મચારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે આ દુર્ઘટનામાં બે પોલીસ કર્મીઓને વધતી-ઓછી ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયાં હતાં. મધરાત્રે બનેલી ઘટના બાદ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં.
રીક્ષા ચાલકના પેપર ચેક કરતી ટીમની રીક્ષા સાથે ડમ્પરના ચાલકે રિક્ષાને અડફેટે લઈ નાસી ગયો હતો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પાંડેસરા પોલીસ ચોકીથી મળતી વિગતો અનુસાર, અકસ્માતમાં મોતને ભેટેલા લીનાબેન બચુભાઇ ખરાડે (ઉ.વ ૩૭ (રહે સાંઈબાબા સોસાયટી પિયુષ પોઇન્ટ પાંડેસરા) ૫ વર્ષથી પોલીસ વિભાગમાં ડબલ્યુપીસી તરીકે ફરજ બજાવતા હતાં. બુધવારની રાત્રે નાઈટ ડ્યુટીમાં તેઓ જયશ્રી ભોયા અને પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદ ભવાન વકાતર સાથે ભેસ્તાન ત્રણ રસ્તા ઉપર વાહન ચેકિંગની કામગીરીમાં હતા. મધરાત્રે એક રીક્ષા ચાલકને ઉભો રાખી પેપર ચેક કરતી વખતે પાછળથી આવતા ડમ્પરના ચાલકે રીક્ષા સાથે ત્રણેય પોલીસ કર્મચારીઓને અડફેટે લઈ નાસી ગયો હતો. આ દુર્ઘટનામાં લીનાબેન ખરાડેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બન્ને પોલીસ કર્મીઓને ઇજા થઇ હતી.
મૂળ સાબરકાંઠા અરવલ્લીના રહેવાસી અને મૃતક પોલીસ કર્મીના પતિ જયેશ મોરીએ જણાવ્યું હતું કે, તેમના લગ્નને ૧૩ વર્ષ થયા હતાં. લીના બે સંતાનની માતા હતી. નાઈટ પાળીમાં નોકરી હોવાનું કહી ઘરેથી નીકળી હતી. નાઈટ પાળીની નોકરી કાળ મુખી સાબિત થઇ હોવાનું કહી શકાય છે. જાેકે, અકસ્માતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડમ્પર ચાલક ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.


















Recent Comments